આજકાલ હિટ એન્ડ રનની ઘટના ઓ દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. ત્યારે ઠાસરાના સૈયાંત ગામે નોકરીએથી પોતાના ઘર તરફ પરત ફરતી વખતે એક યુવકની બાઇક ને કોઈ અજાણ્યા વાહને ટક્કર લગાવી હતી અને તે વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં ઠાસરા પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના મૃત્યુના કારણે એક માતાએ પોતાનો દીકરો ગુમાવ્યો છે અને બે બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકની માતા વિધવા છે. યુવકની માતા સવિતાબેન રામસિંહ ઝાલા મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ અનિલસિંહ હતું. તે ઠાસરા તાલુકાના ડાકોર ના ડુંગરા ભાગોળ વિસ્તારમાં પોતાની માતા અને બે બહેન પારુલ અને શિલ્પા સાથે રહેતો હતો.
મળતી માહિતી અનુસાર સવિતાબેન ડાકોર ગાયોના વાડામાં મજૂરી કામ કરે છે. જ્યારે તેમનો દીકરો અનિલસિંહ પણ રોજમદારી પર તેમની સાથે નોકરી કરે છે. બુધવારના રોજ સવિતા બેનને કામ પર રજા હતી અને તેમનો દીકરો અનિલ સિંહ એકલો નોકરીએ ગયો હતો.
મળતી માહિતી અનુસાર અનિલ મોડી સાંજે પોતાની GJ 7 BG 8624 નંબરની ગાડી ચલાવીને નોકરી પરથી ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં સૈયાંત ગામની સીમમાંથી પસાર થતી વખતે એક અજાણ્યા વાહનચાલકે અનિલ સિંહની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી અને અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો.
આ અકસ્માતમાં અનિલ સિંહને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે મૃત્યુ પામેલા યુવકના માતા સવિતાબેનની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment