સુરતમાં રવિવારના રોજ સુંવાલીના દરિયા કિનારે બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં દરિયાકિનારે નાહવા ગયેલા પાંચ યુવકો દરિયામાં ડૂબ્યા હતા. આ ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે સાંજે ફાયર વિભાગની ટીમ દ્વારા એક યુવકનો મૃતદેહ દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.
ત્યારબાદ મોડી રાત સુધી શોધખોળ કર્યા બાદ ફાયર વિભાગને અન્ય યુવકોના મૃતદેહ તેનો પત્તો લાગ્યો ન હતો. ત્યારે આજરોજ સવારે ફરીથી ફાયર વિભાગની ટીમ દ્વારા દરિયામાં મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ફાયર વિભાગની ટીમને અન્ય એક યુવકનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યું હતું.
ફાયર વિભાગની ટીમે અત્યાર સુધીમાં બે યુવકોના મૃતદેહ દરિયામાંથી મળી આવ્યા છે. જ્યારે એક યુવાનને બચાવી લેવામાં આવ્યો છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે અન્ય બે યુવકોની શોધખોળ ફાયર વિભાગની ટીમ દરિયામાં કરી રહી છે
મળતી માહિતી અનુસાર આ ઘટના બાદ આઝાદનગરના યુવકો દરિયામાં ડૂબ્યા હતા. જેમાંથી બેના મૃતદેહ દરિયામાંથી મળી આવ્યા છે, બેની શોધખોળ ચાલુ છે, અને એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 23 વર્ષીય સાગર પ્રકાશ સાલવેનું કરૂણ મૃત્યુ થયું છે.
આ ઉપરાંત 22 વર્ષીય અકબર યુસુફ શેખનું પણ કરુણ મૃત્યુ થયું છે. જ્યારે 22 વર્ષીય વિકાસ દિલીપ સાલવેને બચાવી લેવામાં આવ્યો છે. હાલમાં વિકાસની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઉપરાંત 22 વર્ષીય સચિન અને 22 વર્ષીય શ્યામની શોધખોળ ચાલુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment