પંચમહાલ જિલ્લામાં બનેલી એક મોટી દુર્ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના દેલોચ ગામે પોતાની બહેનને ત્યાં ભાઈ બીજનો તહેવાર બનાવવા માટે આવેલા બે પિતરાઈ ભાઈઓ સહિત પોતાનો ભાણિયો ભાઈબીજના તહેવાર બનાવીને પરત પોતાના વતન તરફ જઈ રહ્યા હતા.
તમામ લોકો તુફાન ગાડીમાં સવાર થઈને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક જ તુફાન ગાડી ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યું હતું. જેના કારણે બેકાબૂ બનેલી ગાડી દેલોચ ગામ પાસે 70 ફૂટ ઊંડા કુવાની અંદર ખાબકી હતી. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ગાડીમાં સવાર મામા અને ભાણિયાનું પાણીમાં ડૂબી જવાના કારણે કારણ મૃત્યુ થયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ અને ગોધરાની ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. 12 કલાકની ભારે જહેમત બાદ કુવાની અંદરથી તુફાન ગાડી અને બે પિતરાઈ ભાઈઓ સહિત ભાણિયાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, દાહોદ જિલ્લાના લીંમડી ગામે રહેતા ખોખર અલ્પેશ કનુ અને ખોખર સુનીલ દિલીપ બંને પિતરાઈ ભાઈઓ ભાણીયા માનગઢ લક્ષ્મીસિંહ રાવત ભાઈ બીજનો તહેવાર બનાવવા માટે બહેનના ઘરે આવ્યા હતા. આખો દિવસ મોજ મસ્તી થી તહેવારની ઉજવણી કર્યા બાદ બંને પિતરાઈ ભાઈઓ પોતાના ભાણીયા સાથે તુફાન ગાડી લઈને ડેલોચ ગામથી લીમડી જવા માટે નીકળ્યા હતા.
ત્યારે રસ્તામાં અચાનક જ તુફાન ગાડી બેકાબુ બની ગઈ હતી. જેના કારણે ગાડી 70 ફૂટવાની અંદર ખાબકી હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો કલ્પના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા ગોધરા ફાયર વિભાગની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
કલાકો સુધીની મહેનત બાદ 70 ફૂટના ઊંડા કૂવામાંથી તુફાન ગાડી, બંને પિતરાઈ ભાઈઓ અને ભાણીયાનું મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું હતું. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment