હાલમાં ગુજરાત રાજ્યમાં ચારેય બાજુ મેઘરાજા તાંડવ કરી રહ્યા છે. હાલમાં તો અનેક જગ્યાએ ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાણી છે. આવા માહોલમાં પાણીમાં તણાઈ જવાની ઘટનાઓ ખૂબ જ વધે છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના માંગરોળ તાલુકા માંથી સામે આવી રહી છે. માંગરોળ તાલુકાના કંકાણા ગામે બે પિતરાઈ ભાઈઓના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયા છે.
જાણવા મળી રહ્યું છે કે બંને પિતરાઈ ભાઈઓ એક વાડીથી બીજી વાડીએ જતા હતા. ત્યારે રસ્તામાં વોકળાંના પાણીમાં તણાઈ ગયા હતા. ત્યારબાદ બંને પિતરાઈ ભાઈઓ અને કેશોદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અહીં હાજર ડોક્ટરે બંનેની તપાસ કર્યા બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયું હતું. બંનેના મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં સુરેશભાઈ અરજણભાઈ કોડીયાતર નામના 20 વર્ષના યુવકનું અને પુંજા કાનાભાઈ કોડીયાતર નામના 18 વર્ષના યુવકનું મોત થયું છે. બંને પિતરાઈ ભાઈઓ વાડીએથી બીજી વાડી તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન રસ્તામાં વોકળાંમાં તણાઈ ગયા હતા. થોડીક દૂર પાણીમાં ડૂબી રહેલા બંને યુવકોને એક અન્ય યુવક જોઈ ગયો હતો. ત્યારબાદ તેને અન્ય એક વ્યક્તિની મદદ લઈને બંનેને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. પછી બંનેને સારવાર માટે કેશોદ સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બંનેની તપાસ કર્યા બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા અને પછી બંનેના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એક જ પરિવારના બે જુવાનજોધ દીકરાઓના મોત થતાં હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment