વડોદરામાં કૂતરાને બિસ્કીટ ખવડાવતી વખતે એક યુવતી સાથે એવી ઘટના બની કે… વિડીયો જોઈને રૂવાડા બેઠા થઈ જશે…

વડોદરામાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યાં છે. આ શેરીના કૂતરાને બિસ્કીટ ખવડાવતી વખતે એક યુવતી સાથે કંઈક એવી ઘટના બની કે વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે. વિગતવાર વાત કરીએ તો આ ઘટના વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીની છે.

અહીં એક યુવતી દરરોજની જેમ શેરીના કૂતરાને બિસ્કીટ ખવડાવી રહી હતી. આ દરમિયાન એક કાર ચાલકે યુવતીને કચડી નાખી હતી. જેના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જાણવા મળી રહ્યું છે કે ઘટનામાં યુવતી ઇજાગ્રસ્ત થઈ હતી. હાલમાં ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલું છે. વિગતવાર વાત કરીએ તો, ભાયલી વિસ્તારમાં સંઘાણી સ્કાય રેસીડેન્સી આવેલી છે. અહીં એક યુવતી રૂમ પાર્ટનર તરીકે રેહતી હતી.

તે એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. તે દરરોજ રેસીડેન્સીની બહાર રખડતા કૂતરાઓને બિસ્કીટ ખવડાવતી હતી. દરરોજની જેમ જ્યારે તે એક કૂતરાને બિસ્કીટ ખવડાવી રહી હતી. આ દરમિયાન એક કાર ચાલકે યુવતીને કચડી નાખી હતી. સમગ્ર ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે જોડી આવ્યા હતા.

ત્યાર પછી યુવતીને કારની નીચેથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હાલમાં યુવતીની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈને કાર ચાલકે યુવતીના પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને પોતાના ભૂલની માફી પણ માંગી હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*