હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક છોકરી બંજી જમ્પિંગ દરમિયાન દોરડા તૂટવાને કારણે અકસ્માત નો ભોગ બનેલી જોવા મળી રહી છે. જેને જોઈને યુઝર્સ નારાજ થઈ ગયા છે, આ દિવસોમાં યુવાનો એડવેન્ચર સ્પોર્ટ્સમાં સક્રિય પણે ભાગ લેતા જોવા મળી રહ્યા છે. જેના કારનામાં જોઈને યુઝર્સના કપાળે પરસેવો છૂટી જાય છે,
બંજી જમ્પિંગ તાજેતરના સમયમાં એક આકર્ષક અને રોમાંચક રમત બની ગઈ છે. દરેકને રોમાંચનો અનુભવ કરવો ગમે છે, એડવેન્ચર નો જુસ્સો પૂરો કરવાની સાથે સાથે બંજી જમ્પિંગ માં અનેક પ્રકારના જોખમણ પણ સામેલ છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે, સામાન્ય રીતે બંજી જમ્પિંગ દરમિયાન, લોકોને સેફટી હાર્નેસ પહેર્યા પછી પર્વતો અથવા નદી કિનારેથી ખૂબ ઊંચાઈએથી નીચે ઉતારવામાં આવે છે.
જેને જોઈને યુઝર્સના હોશ ઉડી જાય છે, હાલમાં સેફટી હાર્નેસને કારણે, બંજી જમ્પિંગ દરમિયાન કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી. બીજી તરફ જો વજન વધારે હોય કે હાર્નેસનો દોર જૂનો હોય તો અકસ્માતની શક્યતા વધી જાય છે. હાલમાં જ વાયરલ થઈ રહેલા વીડિયોમાં અમને એવું જ એક દ્રશ્ય જોવા મળ્યું છે,
જ્યારે એક છોકરી બંજી જમ્પિંગ કરી નદી માંથી કેટલાય ફૂટ ઉપર કૂદી ગઈ અને અચાનક દોરડું તૂટવાને કારણે તે નદીમાં પડી ગઈ હતી. જેને જોઈને યુઝર્સ નારાજ થઈ ગયા હતા, આ વિડીયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પરથી પોસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેને સીસીટીવી Idiots નામના ટ્વીટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યો છે કે તમામ સેફટી ગિયર પહેરીને લોન્ચિંગ પેડ ની બાજુમાં ઉભી છે અને કૂદવા માટે તૈયાર થઈ રહી છે. જેવી તેવી કૂદે છે અને દોરડા પર વજન આવે છે, તે અચાનક તૂટી જાય છે અને છોકરી સીધી નદીમાં પડી જાય છે.
— CCTV IDIOTS (@cctvidiots) May 14, 2023
અકસ્માતમાં બાળકીનું શું થયું તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી, સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડીયો પર મળેલી કોમેન્ટ્સ અનુસાર કેટલાક યુઝર્સનો દાવો છે કે, છોકરી અકસ્માતમાં બચી ગઈ છે. હાલમાં સમાચાર લખાય છે ત્યાં સુધી વીડિયોને સોશિયલ મીડિયા પર નવ મિલિયનથી વધુ, લગભગ 90 લાખ વખત જોવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment