આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડે છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં પતિની નજર સામે પત્નીનું મૃત્યુ થયું હતું.
આ ગંભીર અકસ્માતની ઘટના ફતેપુરના કાનપુર-પ્રયાગરાજ હાઇવે ઉપર બની હતી. અહીં એક ઝડપી ટ્રકે બાઇક પર સવાર પતિ પત્નીને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર પતિ-પત્નીને ફંગોળાઈને દૂર જઈને પડ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં પતિની નજર સામે ટ્રક પત્નીના શરીર પરથી પસાર થઈ ગયો હતો.
આ ઘટનામાં પત્નીનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ કર્યા બાદ મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
જ્યારે ઇજાગ્રસ્ત થયેલા પતિને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. મળતી માહિતી અનુસાર જીતેન્દ્ર ઓમર નામના વ્યક્તિ પોતાની 35 વર્ષની પત્ની અંજલી સાથે બાઈક પર જિલ્લાની હોસ્પિટલના ડોક્ટર પાસે જઈ રહ્યા હતા. હોસ્પિટલે થી પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.
પાછા ફરી રહ્યા હતા ત્યારે કાનપુર-પ્રયાગરાજ હાઇવે પર એક ઝડપી ટ્રકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં જીતેન્દ્રભાઈની નજર સામે તેમની પત્ની અંજલીબેન નું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં અંજલીબેનના શરીર ઉપરથી ટ્રક પસાર થઈ ગયો હતો.
આ કારણોસર અંજલીબેન નું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક મૂકીને ફરાર થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બનતા જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા અંજલીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું અને જ્યારે ઇજાગ્રસ્ત થયેલા જીતેન્દ્રભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અંજલીબેનના મૃત્યુના કારણે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment