મિત્રો તમે ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળ્યા હશે. ત્યારે હાલમાં બનેલો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના સાંભળીને તમે પણ હચમચી જશો. આ કિસ્સો બિહારના પુણિયામાંથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર પુણિયા બસ સ્ટેશન પર દરરોજ ઘણા લોકો અવરજવર કરતા હોય છે.
આ બસ સ્ટેશન પર ઘણી બસોની અવરજવર રહેતી હોય છે. ત્યારે બસ સ્ટેશન પર એક ખાનગી બસ ઉભી હતી. લગભગ છેલ્લા બે દિવસથી આ બસ સ્ટેશન પર ઉભી હતી. બે કલાકમાં બસ ઉપડવાની હતી. બસની બહાર મુસાફરો એકઠા થવા લાગ્યા હતા. આ સમયે બસના ડ્રાઇવર એ વિચાર્યું કે બસ ઉપાડું તે પહેલા બસની થોડીક સફાઈ કરી નાખું.
એટલા માટે બસ ડ્રાઇવર બસની સાફ-સફાઈ કરવા લાગ્યો. આ દરમિયાન બસ ડ્રાઈવરે સોફાની બારી ખોલી ત્યારે બસ ડ્રાઇવરને કાંઈક એવું દેખાયું કે તેના હોશ ઉડી ગયા. ત્યારબાદ બસ ચાલકે તાત્કાલિક કંડકટરને ત્યાં બોલાવ્યો. કારણકે બસ ડ્રાઈવરને સોફાની અંદરથી એક વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યું હતું.
મૃત્યુ પામેલા યુવકને બધા લોકો મુન્ના તરીકે ઓળખતા હતા. આ ઘટનાની જાણ થતા આસપાસના મુસાફરો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ દ્રશ્યો જોઈને તમામ લોકો ડરી ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વ્યક્તિને મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ એવું જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો વ્યક્તિ છેલ્લા કેટલાક મહિનાથી ખૂબ જ બીમાર રહેતો હતો.
મૃત્યુ પામેલા વ્યક્તિના ખાવા પીવાના કોઈપણ પ્રકારના ઠેકાણા ન હતા અને તે મન ફાવે તે ખાતો હતો. એટલું જ નહીં પરંતુ તે બસ સ્ટેશન પર પડ્યો રહેતો હતો. આ વ્યક્તિનો જીવ લેવામાં આવ્યો છે કે તેની સાથે બીજો કાંઈ બનાવ બન્યો છે. તેની તપાસ પોલીસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment