શાળાએ જઈ રહેલી 14 વર્ષની બાળકી અને શિક્ષકને પીકઅપ ચાલકે કચડી નાખ્યા, વિદ્યાર્થીની અને શિક્ષકનું કરુણ મૃત્યુ…ચારેય બાજુ માતમ છવાઈ ગયો…

Published on: 3:04 pm, Thu, 1 September 22

બુધવારના રોજ સવારના રોજ બનેલી એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ દર્દના અકસ્માતની ઘટનામાં એક્સ વિદ્યાર્થી સહિત શિક્ષકનું મૃત્યુ થયું છે. આ દર્દનાક અકસ્માતની ઘટના જૌનપુરમાં બની હતી. શાળાએ જવા માટે રસ્તો ક્રોસ કરી રહેલી 14 વર્ષની બાળકીને પીકપઅ વાહને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ દ્રશ્યો જોઈને શિક્ષકે વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બેકાબુ બનેલા પીકઅપ વાહન ચાલકે શિક્ષકને પણ કચડી નાખ્યા હતા. આ ઘટનામાં વિદ્યાર્થીની અને શિક્ષકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં અન્ય એક વિદ્યાર્થીની પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત બન્યા બાદ પીકઅપચાલક ઘટના સ્થળેથી પીકઅપ લઈને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને પિકઅપ વાહન ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર 14 વર્ષની બાળકી સિંહપુર નજીક સાર્વજનિક શાળામાં અભ્યાસ કરતી હતી. બુધવારના રોજ સવારે જ્યારે બાળકી શાળાએ જવા માટે રોડ ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન વારાણસી તરફથી પુરપાડ ઝડપે આવતા એક પીકઅપે બાળકીને જોરદાર ટક્કર લગાવી હતી. મળતી માહિતી અનુસાર પીકઅપ વાહન ચાલકે બે સગી બહેનોને જોરદાર ટક્કર લગાવી હતી.

રિયા અને પ્રિયાને ટક્કર લગાવનાર પીકઅપ વાહન ચાલકને પકડવા માટે ત્યાં હાજર શિક્ષક સુરજ યાદવ પીકઅપ ને રોકવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન પીકઅપ વાહન ચાલક શિક્ષકને પણ કચડી નાખે છે. આ ઘટનામાં રિયા અને શિક્ષક સૂરજની ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી પ્રિયાને આજુબાજુના લોકો સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા મૃતકના પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહીઓ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "શાળાએ જઈ રહેલી 14 વર્ષની બાળકી અને શિક્ષકને પીકઅપ ચાલકે કચડી નાખ્યા, વિદ્યાર્થીની અને શિક્ષકનું કરુણ મૃત્યુ…ચારેય બાજુ માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*