સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડતી વખતે યુવક સાથે થયું એવું કે, યુવકે પોતાના બંને પગ ગુમાવ્યો…

સુરત રેલ્વે સ્ટેશનની એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક રત્ન કલાકાર કામકાજ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. એ દરમિયાન રેલવે સ્ટેશન પર ટ્રેન પોતાના સમય પર ઉપડી ગઈ હતી. ત્યારે રત્ન કલાકાર ચાલુ ટ્રેનમાં ચડવા ની કોશિશ કરી રહ્યો હતો.

ત્યારે રેલવે સ્ટેશન ભીનું હોવાના કારણે યુવકનો પગ લપસ્યો અને તેઓ ટ્રેન નીચે આવી ગયા હતા તે કારણોસર યુવકે પોતાના બંને પગ ગુમાવ્યા છે. આ ઘટના બન્યા બાદ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફ જવાને તાત્કાલિક રત્નકલાકારને સારવાર માટે 108 એમ્બ્યુલન્સના મારફતે હોસ્પિટલ લઇ ગયા હતા.

મળતી માહિતી મુજબ રત્ન કલાકારના ડ્યુટી પૂરી કરીને ઘરે જવા માટે સુરત રેલ્વે સ્ટેશન પહોંચ્યો હતો. ત્યારે રેલવે સ્ટેશન પરથી સુરત-વડોદરા મેમુ ટ્રેન ઉપડી ગઇ હતી.

ત્યારે રત્ના કલાકાર ચાલુ ટ્રેને બેસવા જતા પગ લપસી જતા તેમના પગ ટ્રેનની નીચે આવી ગયા હતા. મળતી માહિતી મુજબ યુવક દશરથ ગોરધન સુરતની ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે.

મળતી માહિતી અનુસાર તે સોમવારના રોજ પોતાની નાઈટ ડ્યુટી પૂરી કરી ને મંગળવારના રોજ સવારે ઘરે જવા માટે રેલવે સ્ટેશન પહોંચ્યો હતો ને તે દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી.

ઘટના બનતા યુવકને તાત્કાલીક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રેલવે સ્ટેશન પર આ ઘટના બનતા ચારેબાજુ અફરાતફરી મચી ગઈ હતી અને એટલે જ શરૂ ટ્રેનમાં કોઈ દિવસ ચડવાની કોશિશ ન કરવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*