પાલનપુરમાં કપડાં સૂકવવા ગયેલી પુત્રી અને માતાનું થયું મૃત્યુ, એવું તો શું થયું હશે કે બંનેના મૃત્યુ થયા…

Published on: 2:28 pm, Wed, 8 September 21

પાલનપુર તાલુકાના ધાનેરા ના બાપલા ગામની એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ધાનેરાના બાપલા ગામે વીજ કરંટ લાગવાના કારણે માતા અને પુત્રી નું મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ બાપલા ગામમાં રહેતા પરિવારની પુત્રી બપોરના સમયે કપડાં સૂકવવા જઈ રહી હતી.

ત્યારે લોખંડના તારમાં અર્થીંગ ના કારણે કરંટ પસાર થઈ રહ્યો હતો અને પુત્રી કપડાં સૂકવવા ગઈ ત્યારે તેને કરંટ લાગ્યો હતો.

જ્યારે બાળકી કરંટ લાગતા બૂમાબૂમ કરે છે અને બાળકી ની બૂમ સાંભળીને માતા પુત્રીને બચાવવા માટે દોડી આવે છે અને તેને તોડવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે માતા-પુત્રીને છોડાવવાનો પ્રયાસ કરે છે ત્યારે માતાને પણ કરંટ લાગે છે.

અને બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ જાય છે. માતા અને પુત્રી ની બૂમ સાંભળીને પરિવારજનો અને આજુબાજુના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવે છે. પરંતુ ત્યાં સુધીમાં તો માતા અને પુત્રી બંને ના મૃત્યુ થઈ જાય છે.

માહિતી અનુસાર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવે છે. ઉપરાંત માતા અને પુત્રી ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું.

ઉપરાંત થોડાક દિવસો પહેલા જ ડીસામાં પણ બે દિવસ અગાઉ વીજળીનો કરંટ લાગતા એક વીજળી કર્મચારીનું મૃત્યુ થયું હતું. ઉપરાંત પાલનપુર તાલુકામાં પણ ખેતર માં મુકેલા ઝટકા મશીન ના કારણે માતા અને બે પુત્રોના મૃત્યુ થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!