ગુજરાત રાજ્યમાં પહેલા પણ કોરોના મહામારી ના કારણે લાગેલા લોકડાઉન દરમિયાન પાન ના ગલ્લાઓ બંધ થયા હતા જેના કારણે તબાકુ,મસાલા,સિગરેટ અને ગુટખા સહિત ની વસ્તુ ના વ્યસનીઓ માટે ખરાબ પરસ્થીતી નું સર્જન થયું હતું.
તે સમયે બેફામ કાળાબજારી ચાલી રહી હતી.જોકે ત્યારબાદ લોકડાઉન ખૂલ્યું અને સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી પરંતુ અમુક હોલસેલ ના વેપારીઓ અને ગલ્લા ધારકોએ સામાન્ય સ્થિતિ હોવા છતાં પણ પ્રોડક્ટ પર MRP કરતા પૈસા વધારે લેવાનું ચાલુ રાખ્યું.
આ ફરિયાદો મોટા પ્રમાણમાં મળવાના કારણે સરકાર ના તોલમાપ વિભાગ દ્વારા અનેક ગોડાઉન અને પણ ના ગલ્લાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ગુજરાત માં પાન પાર્લર સિગરેટ પર ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા સ્વાસ્થ્ય ને લગતી યોગ્ય ચેતવણી વગર કે એમ.આર.પી કરતા વધારે પૈસા વસૂલ કરતા હોવાની ફરિયાદ ના પગલે અન્ન પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
પ્રોડક્ટ પર છપાયેલી એમ.આર.પી સાથે છેડછાડ કરીને વધુ કિંમત વસૂલતા હોલસેલ વેપારીઓ અને પાન ના ગલ્લા ધારકોએ ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને કોરોના મહામારી ને કારણે લોકડાઉન આવે કે ન આવે પણ આવા લોકો ના પાનના ગલ્લા બંધ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment