શું સમગ્ર દેશમાં ફરી એક વાર શાળાઓ કરવામાં આવશે સંપૂર્ણ બંધ,જાણો શું કહ્યું મોદી સરકારે

દેશમાં કોરોનાવાયરસ ના કેસો ઘટી રહ્યા છે અને મોટાભાગના રાજ્યોમાં ફરીથી સ્કૂલ,કોલેજ કેમ્પસ શરૂ થયા છે. કોરોના મહામારી ના કારણે આશરે દોઢ વર્ષ સુધી સ્કૂલ બંધ રહ્યા બાદ ધીમે ધીમે વિવિધ રાજ્યોમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થવા લાગ્યો છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે.જેમાં દેશમાં લોકડાઉન નાંખી ફરીથી સ્કૂલો બંધ કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં કોરોનાની ત્રીજી લહેર, લોકડાઉન અને સ્કૂલ-કોલેજ ફરીથી બંધ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

જે બાદ પીઆઇબી ફેકટ ચેકે સ્પષ્ટા કરતા લખ્યું છે કે,A1 Bharat News નામની એક યુટ્યુબ ચેનલ દ્વારા વિડિયો ના થંબનેલ માં લોકડાઉન અને સ્કૂલ બંધ કરવા સંબંધીત બોગસ દાવો કરવામાં આવી રહ્યો છે.આ વીડિયો ભર્મ ફેલાવે તેવો છે. આ પ્રકારનો કોઈપણ વિડીયો કે આવા સ્ક્રીનશોટને શેર ન કરો.

નોંધનીય છે કે પીઆઈબી ફેકટ ચેક કેન્દ્ર સરકારની પોલીસી સ્કીમ,વિભાગો , મંત્રાલયને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકાર સાથે જોડાયેલી કોઇપણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઇબી ફેક્ટ ચેક ની મદદ લઇ શકાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*