કોરોના ને લઈને થયો નવો ચોંકાવનારો ખુલાસો,દર્દીઓમાં જોવા મળી રહી છે આ તફલિકો

Published on: 10:46 am, Fri, 24 September 21

ઘણા લોકો જાણે છે કે કોરોના સંક્રમણ બાદ દર્દીમાં તેના લક્ષણો લાંબા સમય સુધી રહે છે.કેટલાક દર્દીમાં વર્ષ બાદ પણ કોરોના ના લક્ષણો જોવા મળી રહ્યા છે.કોરોના ના કારણે શરીરના અનેક અંગ અને તેના કામ કરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે.

મેડિકલ એક્સપર્ટ નું માનીએ તો કોરોનાથી રિકવર થયા બાદ દર્દીનું વજન ઘટવા લાગે છે, કોરોના થી ગંભીર રીતે પ્રભાવિત થયેલા લોકોમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. જે લોકો કોરોનાથી ગંભીર થયા બાદ હોસ્પિટલમાં દાખલ થાય છે તેઓને સ્વાદ અને શ્વાસ સંબંધિત ફરિયાદો ધરાવે છે.

તે દર્દીમાં વજન ઘટવાની સાથે કુપોષણની ફરિયાદ પણ જોવા મળી રહે છે.શોધમાં જાણવા મળ્યું છે કે સ્વાદ અને ગંધ માં ફેરફારના કારણે દર્દીને થાક લાગે છે અને સાથે ભૂખ પણ ઘટે છે. આ સિવાય ઘરે આવ્યા બાદ ફીઝીકલ ગત વિધિ પણ બંધ થઈ જાય છે.

તેનાથી વજનમાં ઘટાડો સ્વાભાવિક છે. આ સિવાય શરીરની અંદર સોજાની સમસ્યા ના કારણે કુપોષણમાં પણ જોખમ વધે છે.દર્દીઓ હોસ્પિટલમાં નથી પહોંચ્યા તેમણે પણ કુપોષણની સમસ્યા નો શિકાર બન્યા હોવાનું સામે આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!