આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા નવસારી ખાતે વેપારીઓ સાથે જન સંવાદ કાર્યક્રમમાં વેપારીઓને સંબોધિત કરીને કહ્યું કે, ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી મજબૂતથી લડવા જઈ રહી છે. તમામ લોકોનો તમામ વર્ગનો તમામ વ્યક્તિઓનો સાથ મળે એવું આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી ઈચ્છે છે. ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે ખાલી અમે સહયોગ નથી માગતા જો લોકોની કોઈ સમસ્યા હોય તો એને સાંભળવાનું કામ પણ આમ આદમી પાર્ટી કરી રહી છે.
ગોપાલ ઇટાલીયા વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપને લોકો વોટ આપે છે અને ભાજપને ગુજરાતમાં શાસન કરવાનો મોકો આપે છે પરંતુ ક્યારેય ભાજપ સરકારે જનતાની વાત સાંભળી નથી અને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવ્યા નથી. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે વેપારીની વાતો હોય કે નાના દુકાનદારોની વાતો હોય, મહિલાઓની વાતો હોય કે યુવાનોની વાતો હોય ત્યારે પણ ભાજપે કોઈની વાતો સાંભળી નથી.
ત્યારે અરવિંદ કેજરીવાલજી આવા જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરે છે અને ટીવી પેપર અને ફેસબુક લાઈવ દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે આ સવાર જન સંવાદ કાર્યક્રમની વાતો પહોંચી રહે છે. ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે ધનસવાદ કાર્યક્રમમાં જનતાને માઈક આપીને તેમની સમસ્યાઓ સાંભળવામાં આવે છે અને તેમને બોલવાનો મોકો આપવામાં આવે છે. ગોપાલ ઇટાલીયા એ વધુમાં જણાવ્યું કે, જનતાને બોલવાનો મોકો અરવિંદ કેજરીવાલજી આપી રહ્યા છે નહિતર આપણે જોયું જ છે કે કોઈ મોટા નેતાની સભામાં જો કોઈ સામાન્ય માણસ પોતાની વાત કહે તો પાર્ટીના બે ચાર લોકો તેની ગરદન પકડીને તેને બહાર મૂકી આવે છે.
એટલું જ નહીં પરંતુ આ વ્યક્તિ પર એફઆઇઆર કરે છે અને તેને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખે છે. ત્યારે આમ આદમી પાર્ટી એ નવી પાર્ટી છે અને નવા વિચાર વાળી પાર્ટી છે. વધુમાં ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે જનસવાદનો કાર્યક્રમ કરવો એ સંવાદ કરવાની રીતે પણ નવી છે. તો આ વેપારીઓ સાથે સંવાદનું આયોજન એટલા જ માટે કરવામાં આવ્યું છે કારણ કે આ રીતે ના સંવાદના કારણે અમે આખા ગુજરાતના વેપારીઓની મનની વાત જાણી શકે છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment