પહેલાના જમાનામાં ઘણા એવા લોકો હતા જેવો પોતાની દીકરીઓને પોતાના માથાનો બોજ સમજતા હતા. પરંતુ હાલમાં જમાનો બદલાઈ રહ્યો છે હવે લોકો દીકરા દીકરીને એક સમાન માની રહ્યા છે અને દીકરીને ખૂબ જ સન્માન પણ આપી રહ્યા છે.
તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા જ્યાં ઘરે દીકરીનો જન્મ થતાં જ પરિવારના સભ્યોમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળતો હોય છે અને તેઓ દીકરીનું ઘરે ખૂબ જ અનોખું સ્વાગત કરતા હોય છે. ત્યારે આજે આપણે ઘણા સમય પહેલા બનેલા તેવા જેક કિસ્સાની વાત કરવાના છીએ.
વાત કરીએ તો કડીના એક પાટીદાર પરિવારમાં એક સાથે બે દીકરીઓનો જન્મ થતાં જ પરિવારમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરિવારે આ બંને લક્ષ્મીનું ઘરે ખૂબ જ ભવ્ય સ્વાગત કર્યું હતું. દીકરીઓનું આવું અનોખું સ્વાગત જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા.
વાત કરીએ તો કડીમાં આવેલા ગોપાલ પાર્ક સોસાયટીમાં રહેતા 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ એવા દિનેશભાઈ ભીખાભાઈ પટેલના દીકરા અંકિતના ઘરે બે જુડવા દીકરીઓનો જન્મ થતાં જ આખા પરિવારમાં ખુશીઓનો માહોલ હતો.
પછી તો દિનેશભાઈ અને તેમના દીકરાએ બંને લક્ષ્મીનું ઘરે ખૂબ જ ભવ્ય સ્વાગત કર્યું હતું. જ્યારે બંને દીકરીઓને ઘરે લાવવામાં આવે ત્યારે ઢોલ નગારા વગાડવામાં આવ્યા હતા. ઉપરાંત પરિવારના સભ્યો અને સોસાયટીના લોકોએ મળીને બંને દીકરીઓ ઉપર ફૂલનો વરસાદ કર્યો હતો.
દીકરીઓનું આ ભવ્ય સ્વાગત જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. જ્યારે બંને દીકરીઓ ઘરે આવી ત્યારે સૌ કોઈ લોકોના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. જેના ફોટા પણ તમે સોશિયલ મીડિયા પર જોઈ શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment