આ બહેને રડતા-રડતા પોતાની ખજૂર ભાઈને પોતાની વ્યથા વ્યક્ત કરી, ત્યારે ખજૂરભાઈ ભાવુક થઈ ગયા અને બહેનની કરી નાખે એવી મોટી મદદ કે…

ગુજરાતના મસિહા કહેવાતા ખજૂર ભાઈને તો તમે ઓળખતા જ હશો. આજે તેઓએ પોતાનો અનોખું સ્થાન બનાવી દીધું છે હાલ તો ખજૂરભાઈ સૌ કોઈ જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પૂરું પાડી રહ્યા છે, ત્યારે ફરી એકવાર નવો કિસ્સો સામે આવ્યો છે. ગત વર્ષે આવેલા વાવાઝોડા દરમિયાન કેટલાય લોકો બેઘર બન્યા હતા.

ત્યારે આ તમામ લોકોને નવા ઘર બનાવી આપીને તેમણે 200 ઘર બનાવવાનો ટાર્ગેટ પણ પૂર્ણ કર્યો છે. એવામાં આજે ફરી એકવાર ખજૂરભાઈ લોકમુખે ચર્ચાનો વિષય બન્યા છે અને હાલ એક માં અને દીકરા ની વહારે આવ્યા છે. તેમની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે તેમને રહેવા માટે સરખું ઘર પણ ન હતું. તેથી ખજૂર ભાઈએ મહિલાના ભાઈ બનીને તેમને પણ નવું ઘર ઉપાડી લીધું હતું.

એ મહિલા વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો મહુવાના રહેવાસી એવા લાખુબેન કે તેઓ રાત-દિવસ મહેનત કરીને માત્ર 100 રૂપિયા જ કમાય છે તેમને એક દીકરી છે અને ખાસ કરીને દયાજનક વાતોએ કહેવાય કે એ દહાડી કરીને 100 રૂપિયા કમાય તેમાંથી જ તેમની દીકરીને ભણાવે છે અને તેમનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિ જોઈને ખજૂર ભાઈ તેમના ભાઈ બનીને તેમની મદદ એ દોડી આવ્યા છે.

એ મહિલા વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો તેમના પતિનું અવસાન થઈ ગયું ત્યાર બાદ તેઓ તેમની દીકરી સાથે એકલા રહેતા હતા. તેથી એ પરિવારમાં તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી બની ગઈ હતી. એવામાં વાત કરીશું તો હાલ ચોમાસુ ચાલી રહ્યું છે અને બીજી બાજુ તેમને રહેવા માટે સરખી જગ્યા પર નથી.

તેથી ખજૂર ભાઈ જ્યારે એ મહિલાની મુલાકાત લીધી ત્યારે તેમને દયનીય પરિસ્થિતિ સાંભળીને તેમને તરત જ તેમને નવું ઘર બનાવી આપવાનું નક્કી કર્યું અને આવું કાર્ય કરીને ખજૂર ભાઈ એ સમાજમાં માનવતા મહેકાવી છે. ક્યારેક તો આ લાખુબેન ભૂખ્યા-તરસ્યા પણ સૂઈ જાય છે.

તેમને ખાવા માટે પણ ફાંફા પડે છે એવામાં દેવદૂત બનીને આવેલા એક ખજૂર ભાઈ ને જોતાની સાથે જ તેઓ રડવા લાગ્યા હતા અને કહ્યું કે આ દુનિયામાં મારું કોઈ નથી ભાઈ મારે મકાન કરવુ છે, ત્યારે ખજૂર ભાઈ પણ ભાવુક થઇ ગયા હતા અને તેમને પોતાની બહેનની નવું ઘર બનાવી આપ્યું.

નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈ ના મુખે ચર્ચાઈ રહ્યા છે તેનું એકમાત્ર કારણ છે તેઓની મદદ કરવાની ભાવના! મદદ કરવાની ભાવના સૌ કોઇ માં નથી હોતી. પરંતુ આજના સમયમાં પણ તેઓ અન્ય લોકો વિશે વિચારે છે એ જ મહત્વનું છે. ખજૂર ભાઈને કેટલાય વૃદ્ધોના આશીર્વાદ પણ મળ્યા છે, તો કેટલાય લોકોનો પ્રેમ!આ જ કારણ છે કે તેઓ હંમેશાં લોકોની મદદ માટે તત્પર રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*