ગુજરાત રાજ્યમાં જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટના વિછીયા તાલુકાના દલદી ગામની ગુમ થયેલી મહિલાનું મૃતદે 44 દિવસ બાદ ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમામાંથી મળી આવ્યું છે. આ ઘટનાને લઈને એક મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાના પતિએ જ તેનો જીવ લીધો હતો.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો. ત્યારબાદ તેના મૃતદેહને ઢોકળવાની સીમા માં દાટી દીધું હતું. ત્યારબાદ પતિએ પત્ની ગુમ થઈ ગઈ છે તેવી જાણ પોલીસને કરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગંભીરતાથી કામ કર્યું ન હતું. તેથી મહિલાના પરિવારજનો ધરણા પર બેઠા હતા.
ત્યારબાદ પોલીસે પોતાની કામગીરી શરૂ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને પૂછપરછ દરમિયાન પોલીસે મહિલાના પતિની કડક પૂછપરછ કરી હતી. કડક પૂછપરછ દરમિયાન પતિએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ રંજનબેન રાજેશભાઈ ઓળકીયા હતું. તેઓ ઘણા સમયથી ગુમ હતા.
મળતી માહિતી અનુસાર રંજનબેન ના પતિએ વિછીયા પોલીસમાં પોતાની પત્ની ગુમ થઈ છે તેવી ફરિયાદ નોંધાવી હતી. પરંતુ વિછીયા પોલીસે આ મામલે કોઈ ખાસ ધ્યાન આપ્યું નથી. તેથી બે દિવસ પહેલા સામાજિક આગેવાનો અને યુવતીના પરિવારજનો પોલીસની કામગીરી સામે ધાણા પર ઉતર્યા હતા. ત્યારબાદ વિછીયા પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને કડક કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસે શંકાના આધારે મહિલાના પતિની કડક પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેને પોતાનો ગુનો કબૂલ્યો હતો. આરોપી પતિએ પોતાની પત્નીનો જીવ લઈને તેના મૃતદેહને ચોટીલાના ઢોકળવાની સીમામાં દાટી દીધું હતું. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃત્યુ પામેલા રંજનબેનના મૃતદેહને બહાર કાઢ્યું હતું. આ ગુનો ચોટીલાની હદમાં બન્યો હતો.
તેથી ચોટીલા પોલીસ મથકે સમગ્ર ઘટનાને લઈને આરોપી પતિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આરોપી પતિનું નામ રાજેશ છે. રાજેશની સાળી ઈન્દુની સગાઈ હતી. સગાઈના આગલા દિવસે રાજેશ પોતાની પત્ની સાથે છાસીયા જવા બાઈક પર નીકળ્યો હતો. ક્યારે રસ્તામાં આરામ લેવાનું કહીને રાજેશે બાઈક રોકી હતી.
ત્યારબાદ તેને મોબાઈલના ચાર્જિંગ વાયરથી પોતાની પત્નીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ પોતાની પત્નીના મૃતદેહને જમીનમાં દાટી દીધું હતું. મળતી માહિતી અનુસાર રાજેશની પત્ની રંજનને એઇડ્સની બીમારી હતી. જેના કારણે રાજેશ પોતાની સાળીના પ્રેમમાં પડી ગયો હતો. રંજન પ્રેમમાં નડતરરૂપ બનતી હતી તેથી રાજેશે તેની પત્નીનો જીવ લઈ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment