માં મોગલના પરચા અપરંપાર છે તે તો આખા જગતની માતા કહેવાય. માં મોગલ ના દર્શન માત્રથી જ ભક્તોની સમસ્યા અને દુઃખ દૂર થાય છે. ત્યારે કહી શકાય કે માં મોગલ હાજરા હજુર છે. તેમને આસ્થા અને શ્રદ્ધાથી માનવામાં આવે તો તે દરેક ભક્તોના દુઃખ દૂર કરે છે અને હર હંમેશ કોઈપણ વ્યક્તિ દુઃખી થઈને પાછું નથી ફર્યું.
માં મોગલ અનેકવાર તેમના પરચા બતાવ્યા કરે છે. ત્યારે ભક્તો પણ તેમના જીવનમાં કોઈપણ મુશ્કેલી આવે ત્યારે માં મોગલ ને યાદ કરે છે ત્યારે એવો જ એક પરચો માં મોગલ અમદાવાદના એક ભક્ત ને બતાવ્યો છે. જેનો એક્સિડન્ટમાં એક દીકરો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો.
ત્યારે દીકરાની માતાએ તેમનો દીકરો જલ્દી સાજો થઇ જાય તે માટે માં મોગલ ની માનતા માની હતી અને કહ્યું હતું કે મારે એકનો એક દીકરો છે જે સાજો થઈ જશે તો હું માં મોગલના મંદિરે દર્શન કરવા આવીશ ત્યારે માં મોગલ એ તેના પર પરચો બતાવતા થોડાક જ સમયમાં માં મોગલનો પરચો થયો અને દીકરો સાજો થઈ ગયો.
એટલું જ નહિ પરંતુ જ્યારે દીકરાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યારે ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવનારા 48 કલાકમાં જ દીકરાનું મૃત્યુ થઈ જશે. ત્યારે માં મોગલ નો પરચો તો જુઓ આ દીકરો 48 કલાકમાં હસતો રમતો થઈ ગયો.
આ બધા લોકો ને જાણીને નવાઈ લાગશે ત્યારે ડોક્ટર આ જોઈને આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા કે આ કઈ રીતે થયું. માં મોગલ પર વિશ્વાસ રાખો એટલે માં મોગલ ભક્તોના હર એક દુઃખમાં સાથ આપે છે અને બધીજ સમસ્યા દૂર કરે છે અને અનેકવાર પરચાઓ પણ બતાવ્યા છે.
ત્યારે કહી શકાય કે માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી. માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો તે હંમેશા દુઃખ દૂર કરે છે અને તે તો ભાવના ભૂખ્યા છે એવામાં જ અમદાવાદની એક સ્ત્રીની માનતા પૂર્ણ થઈ અને તેનો દીકરો સાજો થઈ ગયો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment