જૂનાગઢના 15 વર્ષના બાળકનું કમળાની બીમારીના કારણે કરૂણ મૃત્યુ થયું, પિતાએ દીકરાની આંખ અને સ્કિનનું દાન કરીને માનવતાની મહેક ઊભી કરી…

Published on: 4:57 pm, Sat, 14 May 22

આજના યુગમાં અંગ દાન કરવું એ મહાદાન ગણાય છે ત્યારે ઘણા લોકોનું કોઈ આકસ્મિક રીતે બ્રેઈન ડેડ થતા તેમના પરિવારજનો દ્વારા અંગ દાન કરવામાં આવ્યું. જે એક પુણ્ય નું કામ કરી શકાય ત્યારે એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક બીમાર છોકરાનો કોઈ કારણોસર બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગ દાન કર્યું.

વિસ્તૃતમાં જણાવીશ તો જૂનાગઢ ના રહેવાસી ફેનિલ અશોકભાઈ રાજપરા કે જે હાલ ધોરણ ૯માં અભ્યાસ કરતો હતો તેને કમળા ની બીમારી હોવાથી તેમનો બ્રાન્ડેડ થયું હતું, ત્યારે તેના પિતા દ્વારા પોતાના વ્હાલસોયા દિકરાની કમળાની બીમારીથી બ્રેઇન ડેડ થતા અંગદાન કરવાનું નક્કી કર્યું હતું. તેમના પિતા અશોકભાઈ કે જેઓ ખેતીવાડીનો વ્યવસાય કરે છે તેમણે પોતાના દીકરાનું અંગ દાન કર્યું છે.

એમાં કમળાને કારણે કિડની અને લિવર તો ફેલ હતા જે શક્ય થઈ શકે તેમ નહોતું પરંતુ તેમના પિતા એ હાર ન માની અને પુત્રની સ્કિનનો દાન કરવાનું નક્કી કર્યું. ત્યારે વાત કરવામાં આવે તો રાજકોટની રોટરી સ્કિન બેંકના ડોક્ટર અરુણ ભાઈ તેમજ ડૉ મનોજ ભાઈ દ્વારા ફેમિલી સ્કિન અને આંખોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું.

જેનાથી બીજા પીડિત વ્યક્તિઓ ને નવજીવન પ્રાપ્ત થઈ શકે અને એક સરાહનીય કાર્ય જ કહી શકાય ત્યારે ઉલ્લેખનીય એ છે કે રાજકોટની રોટરી સ્કિન બેંક દેશની 18મી સ્કિન બેંક ગણવામાં આવે છે, ત્યારે કોઈપણ ડેડબોડી માંથી સ્કીન લીધા પછી તેને સ્કિન બેંકના ફ્રીઝ માં રાખવામાં આવે છે જે સ્કિન લીધાના પાંચ વર્ષ સુધી ચાલી શકે અને ઉપયોગી લઈ શકાય છે.

જ્યારે પણ કોઈ દાઝેલા દર્દીઓ માટે આ સ્કીમ બેંક આશીર્વાદ સમાન બની જતી હોય છે, ત્યારે આવા દર્દીઓને ડ્રેસિંગ અને દર્દમાંથી મુક્તિ મળી શકે તેમ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ દાઝી ગયા હોય ત્યારે તેને એક બાયોલોજીકલ રેસિંગના રૂપે આ સ્કીન લગાડવામાં આવે છે.

ડોક્ટરોના કહેવા મુજબ આ સ્કીમ લગાડવાથી તાત્કાલિક ફીલિંગ થાય છે અને તેનાથી દાઝી ગયેલા ભાગ પર અન્ય કોઈ રીતે ઇન્ફેક્શન પણ લાગતું નથી. આ સ્કીમ લગાડવાથી દર્દીની પોતાની નવી ચામડી આવતા થોડો સમય લાગે છે અને જ્યારે તે આવી જાય ત્યારે સ્કિન ધીમે ધીમે નીકળવા લાગે છે.

ત્યારે જે કોઈ દર્દી ડાયાબિટીસથી પીડાતી હોય તેના કારણે ગેંગ્રિંગ થયું છે.તે માટે સ્કિન ગ્રાફ્ટિંગ પણ ઉપયોગી નીવડે છે,ત્યારે આ ધોરણ ૯ માં અભ્યાસ કરતા દીકરાનું બ્રેઇન ડેડ થતાં તેમના પિતાએ એ દીકરાનું અંગદાન કરીને સમાજમાં એક નવો દાખલો બેસાડયો છે અને સમાજને પ્રેરણા આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જૂનાગઢના 15 વર્ષના બાળકનું કમળાની બીમારીના કારણે કરૂણ મૃત્યુ થયું, પિતાએ દીકરાની આંખ અને સ્કિનનું દાન કરીને માનવતાની મહેક ઊભી કરી…"

Leave a comment

Your email address will not be published.


*