આજની યુવાપેઢી અભ્યાસ ક્ષેત્રે પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે કંઈપણ કરી શકે છે અને ખૂબ જ મહેનત કરીને પોતાની સફળતા મેળવે છે.પરંતુ યુવા પેઢીમાં કેટલાક એવા પણ હોય છે કે જેઓ જીવન સફળ બનાવવાને બદલે બીજા ગેરમાર્ગે દોરી રહ્યા છે. વટવૃક્ષ આ તમામ ટેટા ખરાબ નથી હોતા, ઘણા યુવાનો એવા પણ છે જેઓ અન્ય યુવાનો માટે પ્રેરણાદાયી પણ બની જાય છે.
ત્યારે એવા જ એક યુવાન વિશે વાત કરીશું તે તેના જીવન વિશે જાણીને તમને પણ ગર્વ થશે અને તમે પણ પ્રેરણા લેશો. વાત જણાવતા કહીશ તો એક યુવાન પુત્રના પિતા પેટ્રોલ પંપમાં કામ કરે છે અને ગુજરાન ચલાવે છે તેનો દીકરો UPSCની પરીક્ષામાં પહેલા જ પ્રયાસે પાસ થયો છે. જેનું સપનું હતું તે તેણે સાકાર કરી બતાવ્યું છે એ જાણીને સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.
પરંતુ એ યુવાનને સફળતા જોઇને ગર્વ થશે વિસ્તૃતમાં આવીશ તો આ યુવાનનું નામ પ્રદિપ છે કે જેઓ મૂળ બિહારના વતની છે પરંતુ તેમનો પરિવાર હાલ ઈન્દોરમાં રહે છે અને તેમણે 12 પછી UPSCની તૈયારી કરવા માટે દિલ્હી આવવા માંગતો હતો. પણ કહેવાય છે ને કે વ્યક્તિની કોઈપણ પ્રકારની મજબૂરીથી કંઈક કરવા માંગતો હોય તે માટે વિચારણા કરવી પડે છે.
ત્યારે આ પરિવારની હાલત ખૂબ જ ખરાબ હતી. તેમના પિતા પેટ્રોલ પંપ કામ કરતા હતા અને ઘરની પરિસ્થિતિ એટલી પણ સારી ન હતી કે તેઓ પોતાના બાળકને દિલ્હી મોકલી શકે. પણ આપણે સૌ જાણીએ છીએ કે માતા-પિતા પોતાના બાળક માટે કંઈ પણ કરવા તૈયાર છે.
પોતાનું બાળક ભણી-ગણીને આગળ વધે તેવી બધા જ માતા-પિતાની ઇચ્છા હોય છે અને બાળકો પણ તેમના માતા-પિતાના સપના પૂરા કરી માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે. એવામાં આ પ્રદિપસિંહના પિતાને પોતાના દીકરા પર વિશ્વાસ હતો કે તેમનો દીકરો UPSCની પરીક્ષા સરળતાથી પાસ કરી શકશો.
જેથી પ્રદીપના પિતા પૈસાની વ્યવસ્થા કરવા માટે પોતાનું ઘર પણ વેંચી લીધું હતું અને પ્રદીપ સારું એવું કોચિંગ દિલ્હીમાં લીધું અને વર્ષ 2018 માં પહેલી જ વખતમાં UPSCની પરીક્ષામાં પાસ થઈ ગયો હતો. અખિલ ભારત માં 93 સ્થાન મેળવ્યું બાદ તેમની IAS માટે પસંદગી નહોતી થઈ તેમનો રેન્ક 96 હતો.
તેના કારણે પ્રદીપને અપોઇમેન્ટ ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં પદ મળ્યું હતું, ત્યારે તેમણે જણાવ્યું હતું કે UPSC 2018 માં પાસ થઈ ગયા બાદ હવે IAS પાછળ માત્ર એક જ કામ બાકી રહ્યો છે. તેની માટે પણ તેમણે ફરીવાર વર્ષ 2020ના વિકસિત દેશોમાં પરીક્ષા પાસ કરી આપે એક અધિકારી બન્યો અને તેમના માતા-પિતાનું નામ તેમણે રોશન કર્યું હતું અને ઓલ ઇન્ડિયામાં પ્રદિપસિંહ એ 26 મો ક્રમ મેળવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment