આપણી સમક્ષ સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક ચોંકાવનારી અને આશ્ચર્યચકિત થઇ જઈએ એવી ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણા એવા કિસ્સાઓ પણ બનતા હોય છે. ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે કિસ્સો 1 વર્ષ પહેલા બની ચૂક્યો છે. અને જેમાં એક યુવતીએ પતિથી કંટાળીને સાબરમતીમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
આ ઘટના ફેબ્રુઆરી 2021 માં બની હતી. જેને લઈને વધુ માહિતી મળ્યા બાદ જણાવતા કહીશ તો આ ઘટના અમદાવાદના વટવા શહેરમાં રહેતી આઈશાના લગ્ન બે વર્ષ પહેલા રાજસ્થાનમાં રહેતા આરીફ ખાન સાથે થયા હતા. તેમના વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ બંધાયો હતો. તેવામાં જ્યારે આરીફે આયેશા પાસે દહેજની માંગણી કરવામાં આવી હતી. ત્યારે આઈશા ખૂબ જ કંટાળીને તેણે મોતને ભેટવાનું પસંદ કર્યું હતું અને કંટાળીને 27 ફેબ્રુઆરી 2020 ના રોજ રિવરફ્રન્ટ પર આવીને સાબરમતીમાં કૂદીને મોતને વહાલ કર્યું હતું.
આ ઘટના બની તેના બે વર્ષ થઈ ગયાં પરંતુ આઈશાને જલ્દી ન્યાય મળે તેની માટે તેના પતિ આરીફની પોલીસે તાત્કાલિક જ ધરપકડ કરી નાખી હતી. આ આઈશા કેસમાં તેના પતિ આરીફખાનને સેશન્સ કોર્ટે 10 વર્ષની સજા પણ આપી હતી અને એક લાખ દંડ પણ કર્યો હતો. આ આયુષના ચાલી રહેલા કેસમાં કોર્ટે ઘણી દલીલો પણ કરી હતી, ત્યારે તેમના પતિ આરીફ તરફથી પણ એડવોકેટે દલીલો કરી હતી કે આ કેસ ખોટો છે.
કોઈ દ્વારા તેને દબાણ કરવામાં આવ્યું ન હતું અને આઈશાએ પોતાના પતિથી કંટાળીને જ મોતને વહાલું કર્યું હતું તેમાં કોઈનો દોષ નથી. ત્યારે આઈશાના પિતાએ પોતાના ઘરે પોતાનું દુખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ આઈશાનું ટેબલ છે. અહીં બેસીને આઈશા અભ્યાસ કરતી હતી. તે પોતાનું નંબર કરતી અને સામેવાળી દિવાલ પર તેને જે માર્કસ આવ્યા હોય એ લખતી હતી.
એક દિવસ દિવાળી પર અમે આ વસ્તુ જોઈ ત્યારે મેં પૂછ્યું કે 94 અને 93 શું લખ્યું છે? એણે કહ્યું કે, પપ્પા અમારો ટાર્ગેટ છે. 93% હોવા જોઈએ. ટાર્ગેટ મારી નજરની સામે હશે તો મને યાદ રહેશે કે મારે શું કરવાનું છે. તેને ભણવાનું ખૂબ જ શોખ હતો. આટલું બોલતા જ આઈશાના પિતા રડી પડ્યા હતા. પરંતુ આ ઘટના બન્યા બાદ આખા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને આયેશાની જલ્દી ન્યાય મળે તે માટે કોટે ઘણી દલીલો પણ કરવામાં આવી હતી.
ત્યારે કોર્ટ દ્વારા ચાલી રહેલા કેસમાં કોર્ટની દલીલો પૂરી થયા બાદ આરીફને 10 વર્ષની સજા જાહેર કરવામાં આવી છે. જેનાથી ન્યાય મળ્યો અને આવી એક નહીં પરંતુ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે કે જેનાથી લોકો કોઈકને કોઈક કારણોસર કંટાળીને મોતને વહાલું કરતાં હોય છે. ત્યારે આ આયેશા ને પણ જલ્દી થી ન્યાય મળ્યો અને આરીફ ને 10 વર્ષની સજા ફટકારવામાં આવી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment