માતા-દીકરી અને દીકરો એકટીવા લઈને જતા હતા ઘરે, ત્યારે રસ્તામાં થયું એવું કે દીકરાની નજર સામે માતા અને બહેન નું મૃત્યુ…

હાલમાં અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે. અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે તે આજે અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં યોગીની બહેન મહેશ ભાઈ ત્રિવેદી ની દીકરી જામીનો અને તેમનો દીકરો રાહુલ શાહીબાગમાં રહેતા હતા.

એક દિવસ માતા દીકરી અને દીકરો પોતાની એકટીવા લઈને ઘરે પરત ફરતા હતા. ત્યારે અચાનક જ પાછળથી એક કારે તેમની એક્ટિવાને ટક્કર મારી હતી અને કાર ચાલક એક્ટિવાને ટક્કર મારીને ઘટનાસ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં રાહુલની નજર સામે તેની માતા અને તેમની બહેનનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત આવું ઈજાગ્રસ્ત થયો હતો તે માટે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા ગુનાની નોંધ કરવામાં આવી હતી અને કાર ચાલકની શોધ ખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી.

રાહુલના પિતા ને કેન્સર હોવાના કારણે તેમનું મૃત્યુ એક વર્ષ પહેલાં જ થઈ ગયું હતું. રાહુલ તેની માતા અને બહેન સાથે રહેતો. ત્યારે આ અકસ્માતમાં તેની માતા અને બહેન મૃત્યુ થતાં રાહુલ એકલો પડી ગયો છે.

પોલીસ દ્વારા મૃતદેહને તાત્કાલિક પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. અકસ્માતની તેમના પરિવારને જાણ થતા તાત્કાલીક પરિવાર ઘટનાસ્થળે પહોંચી આવ્યું હતું. રાહુલ ની માતા અને તેમની બહેનનું મૃત્યુ થતાં પરિવારમાં શોક ના વાદળા છવાઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*