આપણે સૌ જાણીએ છીએ કે અસ્થિર મગજના માણસો પરીવારમાં હોય ત્યારે પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં મુકાઇ જાય છે અને આવા માનસિક રીતે અસ્થિર મગજના માણસો માટે ખૂબ જ ઓછો વિચારવામાં આવતું હોય છે.જે પરિવારમાં આવા સ્થિર માણસ હોય તેના માથા પર મુસીબતો આવી પડે છે અને તેમને સાચવવા પણ ખૂબ જ મુશ્કેલ બની જતા હોય છે.
ત્યારે એવા ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યાં છે જેમાં લોકો માનસિક રીતે અસ્થિર મગજના હોય છે, ત્યારે એવો જ એક કિસ્સો બોટાદ તાલુકાના સરવા ગામમાંથી સામે આવ્યો છે.જેમાં એક પિતા અને બે દીકરા છે તેમાંનો એક દીકરો માનસિક રીતે અસ્થિર મગજનો છે. તેથી પરિવારમાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. આ પરિવાર બાળકની યોગ્ય સારવાર પણ કરાવી શકતા નથી.
એટલું જ નહીં આ દીકરો પરિવાર થી માંડીને બધા જલોકો પર પથ્થર વડે પ્રહાર કરે છે. તેથી પરિવાર દ્વારા તેને સાચવવો પણ મુશ્કેલ બન્યું છે. આ બાળકની ઘણી જગ્યાએ સારવાર પણ કરાવી પરંતુ તેમાં સુધારો આવ્યો ન હતો, ત્યારે આ ઘટનાની જાણ ગુજરાતના મસિહા કહેવાતા ખજૂર ભાઈ ને થતાની સાથે જ તેઓ આ ગામની મુલાકાત લેવા માટે આવી પહોંચ્યા હતા.
અને તરત જ તે બાળકને સાંકળના બંધનમાંથી મુક્ત કર્યો. એટલું જ નહીં પરંતુ ખજૂર ભાઈએ પરિવારને રહેવા માટે એક મકાન પણ બનાવી દીધું સાથે પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડી. આ બાળકની સારવાર માટે ખજૂરભાઈ દ્વારા એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગર પણ લઈ જવામાં આવ્યા.
આ બાળકની તમામ જવાબદારી ખજુર ભાઇ દ્રારા ઉપાડવામાં આવી સાથે યોગ્ય સારવાર કરાવવામાં આવી. તેથી આ પરિવારે ખજૂર ભાઈનો દિલ થી આભાર માન્યો હતો અને પરિવાર માટે આ નીતિન જાની દેવદૂત બની ગયા હોય તેમ લાગી રહ્યું હતું. આજે નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ સૌ કોઈના મુખે ચર્ચાઈ રહ્યા છે.
તેનું એકમાત્ર કારણ છે તેઓની મદદ કરવાની ભાવના! મદદ કરવાની ભાવના સૌ કોઇ માં હોતી નથી. પરંતુ આજના સમયમાં પણ તેઓ અન્ય લોકો વિશે વિચારે છે એ જ મહત્વનું છે. ખજૂર ભાઈ ને કેટલાય વૃદ્ધ ના આશીર્વાદ પણ મળ્યા છે તેઓ હંમેશા લોકોની મદદ કરવા માટે તત્પર રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment