મિત્રો દિવસે ને દિવસે જન્મેલા બાળકને તરછોડી દેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. માતા-પિતા હોય એવા હોય છે જે બાળકના જન્મ બાદ તેને રસ્તા ઉપર કે અન્ય જગ્યાએ મૂકીને ચાલ્યા જતા હોય છે. જ્યારે આવા બનાવો સામે આવે ત્યારે માનવતા સામે સવાલો ઉભા કરતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ભરૂચના નેશનલ હાઈવે પર બન્યો છે. જ્યાં એક મહિલા રસ્તા પર પડેલો થેલો જોવે છે.
મહિલાને એમ થાય છે કે આ થેલો કામમાં આવશે એટલે મહિલા થેલો લેવા માટે થેલાની નજીક જાય છે. ત્યારે થેલામાંથી મહિલાને દોઢ મહિનાનું નવજોત બાળકી મળી આવી હતી. આ દ્રશ્યો જોઈને મહિલા ધ્રુજી ઉઠી હતી અને તેને આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરી હતી.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ભરૂચ અંકલેશ્વરને જોડતા જુના સરદાર બ્રિજની નીચે એક નવોનકોર થેલો પડ્યો હતો. આ દરમિયાન શાંતીબેન રાઠોડ નામના મહિલા ત્યાંથી પસાર થયા હતા. ત્યારે તેમની નજર ઠેલા ઉપર ગઈ હતી. નવોનકોર થેલો જઈને શાંતિ બેનને એવું લાગ્યું કે, આ થેલો લઈ લઉ કંઈક કામમાં આવશે. તેથી થેલો લેવા માટે શાંતીબેન થેલાની નજીક ગયા હતા.
જ્યારે શાંતીબેને ઠેલો ઉપાડ્યો ત્યારે બાળકીના રડવાનો અવાજ આવ્યો હતો અને ત્યાર પછી તેમને થેલાની ચેન ખોલીને જોયું ત્યારે અંદર દોઢ મહિનાની બાળકી જોયા હતી. થેલાની અંદર માસુમ બાળકીને જોઈને શાંતિબેન તો ધ્રુજી ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
મળતી માહિતી અનુસાર બાળકીના મોઢાના ભાગે ખોડખાંપણ હોવાના કારણે તેના માતા પિતાએ થેલામાં મૂકીને તેને તરછોડી દીધી હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફૂલ જેવી માસુમ બાળકીને જોઈને શાંતિબેન ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.
મિત્રો આ ઘટના સાંભળીને એક વિચાર આવી રહ્યો છે કે, આ માસુમ બાળકીના માતા-પિતાને દીકરીને રોડ ઉપર મુકતા પહેલા વિચાર નહીં આવ્યો હોય. આ બધી ઘટનામાં બિચારી માસુમ બાળકીનો શું વાંક? સરકાર બેટી બચાવો અને બેટી પઢાઓની વાત કરી રહી છે. પરંતુ અહીં તો માતા-પિતા કોઈપણ પ્રકારની દયા કર્યા વગર બાળકોને મન ફાવે તેમ રસ્તા પર મૂકી દે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment