ભગવાન વિશે વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના ઢોંગી સાધુઓને આ બેને ઉઘાડા પાડ્યા..! જુઓ આ મહિલાનો વિડીયો…

Published on: 4:24 pm, Sat, 17 September 22

મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના વિવાદિત નિવેદનો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ ભાન ભૂલી ગયા હોય તેવી રીતે મનમાં આવે એવું ભગવાનના વિરોધમાં બોલી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે. આ નિવેદનો સામે આવતા જ હિન્દુ ધર્મના લોકો ભારે રોષમાં ભરાયા છે. મિત્રો થોડાક દિવસ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત દ્વારા દેવોના દેવ મહાદેવ ઉપર વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

આ વિડીયો વાયરલ થતા જ ભારે વિવાદો સર્જાયા હતા. ત્યાર પછી એક પછી એક કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા ભગવાન ઉપર કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીઓના વિડીયો સામે આવ્યા હતા. આ વિડીયો સામે આવ્યા બાદ ઘણા બધા કલાકારો અને ઘણા બધા લોકોએ પોતાના નિવેદનો આપીને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા છે.

આ સમગ્ર ઘટનાને લઈને રાજભા ગઢવી, દેવાયત ખવડ અને ઘણા જાણીતા લોકોએ પોતાના નિવેદનો આપ્યા છે.  ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક મહિલાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભગવાન વિશે વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આ મહિલાએ આડેહાથે લીધા છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ મહિલાએ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના વિવાદિત નિવેદનોને લઈને તેમને ઉઘાડા પાડ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એક અંતે કહ્યું હતું કે, હનુમાનજી ભગવાન નથી. આ વાતને લઈને આ મહિલાએ કહ્યું હતું કે, અરે જરાક શરમ કરો, તમે તમારા ધર્મને ઉંચો બતાવો છો. જે 200-250 વર્ષ પહેલાનો છે.

ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે એમ કહ્યું હતું કે, કૃષ્ણ ભગવાન નથી તે ગોવાળિયા છે. ત્યારે આ મહિલાએ આ વાત પર પણ પોતાનું નિવેદન આપતા કહ્યું કે, તમારામાં તાકાત હોય તો ટસલી આંગળીયે ગોવર્ધન પર્વત ઉપાડી બતાવો. તો અમે કાલથી તને ભગવાન માનવા મળીએ.

ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે કહ્યું હતું કે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ધારે ને તો પણ તમારું કાંઈ ન બગાડી શકે. આ વાત પર આ મહિલાએ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરતા નિવેદન આપ્યું કે, તમારો બાપ એને જ સૃષ્ટિનું સર્જન કર્યું છે. અને એમની મોટામાં મોટી ભૂલ થઈ ગઈ કે તમારા જેવાનું સર્જન કર્યું. આ ઉપરાંત આ મહિલાએ વીડિયોમાં બીજી ઘણી બધી વાતો કરી હતી. અને હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભગવાન વિશે વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના ઢોંગી સાધુઓને આ બેને ઉઘાડા પાડ્યા..! જુઓ આ મહિલાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*