ગુજરાત રાજ્યમાં ચોમાસુ બેસી ગયું છે. અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદની વચ્ચે અનેક કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા એક દર્દના ઘટના બની હતી. આ ઘટનામાં ધોરણ-9માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ દર્દનાક ઘટના પીપળજ ગામમાં રવિવારના રોજ સાંજના સમયે બની હતી.
બાળકના મૃત્યુના કારણે આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, રવિવારના રોજ સાંજના સમયે અતિ ભારે વરસાદ પડવાના કારણે ચતુર અને વિકેશ નામના બે મિત્રો ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં બંને મિત્રો પેશાબ કરવા માટે ઊભા રહ્યા હતા.
આ દરમિયાન વિકેશ એક વીજળીના થાંભલાની નીચે પેશાબ કરી રહ્યો હતો. ત્યારે અચાનક તેને જોરદાર કરંટ લાગે છે. જેના કારણે વિકેશ ઘટના સ્થળે જ ઢાળી પડે છે. આ દ્રશ્યો જોઈને વિકેશનો મિત્ર ચતુર બુમાબૂમ કરે છે. તેથી આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા વિકેશના પિતા પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. તમામ લોકો આવીને મદદ કરે તે પહેલા તો વિકેશનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. દીકરાનું મૃતદેહ જોઈને માતા પિતા ના ભાગ નીચેથી જમીને સરકી ગઈ હતી. આ ઘટના બનવાના કારણે મૃતક બાળકના પરિવાર સહિત સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો હતો.
આ ઘટના બન્યા બાદ ગામના લોકો ગુસ્સામાં ભરાયા હતા અને વીજળી કંપનીની સામે પોતાનો ગુસ્સો બતાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને ગામના લોકોએ આરોપ લગાવ્યો હતો કે, વીજળી કંપનીની બેદરકારીના કારણે ગામના એક દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
બાળકના મૃત્યુ ના કારણે આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા દીકરાના માતા પિતાના આંસુ સુકાતા ખાતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment