સતત વધી રહેલી મોંઘવારી મુદ્દે આમ આદમી પાર્ટીની મહિલા વીંગ દ્રારા સમગ્ર ગુજરાત ભરમાં કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન

Published on: 4:23 pm, Thu, 7 July 22

સતત વધતા જતા ગેસ સિલિન્ડરના ભાવને લઈને આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે અને આમ આદમી પાર્ટી એ કહ્યું કે ભાજપ સરકાર અચ્છે દિન ના વાયદા કરીને જનતા પાસેથી મત લીધા અને ખોટી આર્થિક નીતિઓના કારણે પ્રજાનું જીવન કફોડી બનાવી દીધું છે. દેશમાં આજે મોંઘવારી ખૂબ જ ટોચ ઉપર છે અને આ મોંઘવારીને ઘટાડવાના બદલે ભાજપ સરકાર લોકોનું જીવનને મુશ્કેલી બનાવી રહ્યું છે.

સતત વધી રહેલ મોંઘવારીના કારણે સામાન્ય લોકોનું કમળ તૂટી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના મહિલા વિંગ દ્વારા અમદાવાદ સુરત ગાંધીનગર રાજકોટ વડોદરા ભરૂચ ભાવનગર જામનગર જુનાગઢ પાટણ અને મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી એ સારું શિક્ષણ હોય કે મફત વીજળી. સામાન્ય લોકોને રાહત આપતા જનતાના દરેક અધિકાર માટે હંમેશા આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવ્યો છે તેવું તેમનું જ કહેવું છે.

આમ આદમી પાર્ટીની મહિલા વિંગ ના પ્રમુખ ગૌરી દેસાઈ વિરોધ પ્રદર્શનની આગેવાની લેતા તેઓએ ભાજપ સરકાર વિરુદ્ધ નારે બાજુ લગાવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા આ મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને ગેસ સિલિન્ડરના ભાવમાં ₹50 નો વધારો કરતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

₹50 નો વધારો કરવામાં આવતા ગેસ સિલિન્ડર ના ભાવ 1053 રૂપિયા થઈ ગયા છે. એક વર્ષમાં ગેસ સિલિન્ડરના ભાવમાં આઠમી વખત વધારો કરવામાં આવ્યો છે. એક વર્ષમાં સતત વધારો કરતાં સરકારે જનતા પર 244 રૂપિયાનો બોજ નાખ્યો છે અને અત્યાર સુધીમાં ત્રણ વખત અને આ વર્ષે કુલ ચાર વખત ગેસ સિલિન્ડર ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સતત વધી રહેલી મોંઘવારી મુદ્દે આમ આદમી પાર્ટીની મહિલા વીંગ દ્રારા સમગ્ર ગુજરાત ભરમાં કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન"

Leave a comment

Your email address will not be published.


*