મિત્રો તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે. જેમાં દીકરીનો જન્મ થાય તો માતા-પિતા દીકરીને છોડી દેતા હોય છે અથવા તો રોડ પર મૂકી આવતા હોય છે. અને કેટલાક એવા લોકોને પણ જોયા હશે જેવું દીકરીને પોતાનો બોજ ગણતા હોય છે. પણ ઘણા એવા પરિવાર પણ છે જેવો દીકરીને ખૂબ જ સન્માન આપે છે. ત્યારે આજે આપણે તેવા જ એક પરિવારની વાત કરવાના છીએ.
આ પરિવારમાં દીકરીનો જન્મ થયા બાદ દીકરીનું ભવ્ય સ્વાગત ઘરે કરવામાં આવ્યું હતું. દીકરીનું ભવ્ય સ્વાગત જોઇને તમામ લોકો જોતા જ રહી ગયા હતા. આ પરિવારમાં લગભગ 67 વર્ષ પછી દીકરીનો જન્મ થયો હતો. દીકરીનો જન્મ થતાં જ આખા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દીકરીનું સ્વાગત ઘરે કરવા માટે પરિવારે મહેલની જેમ ઘરને શણગાર્યું હતું અને દીકરીનું ઘરમાં ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ સુંદર કિસ્સો મથુરાના વૃંદાવનનો છે. અહીં એક પરિવારમાં લગભગ 67 વર્ષ પછી એક દીકરીનો જન્મ થાય છે. દીકરીનો જન્મ થતા જ પરિવારની ખુશી સમાતી નથી. ઘરે દીકરી નું ભવ્ય સ્વાગત કરવા માટે પરિવાર ઘરને એક નવી દુલ્હનની જેમ શણગારી દે છે.
આ ઉપરાંત જે ગાડીમાં દીકરીને હોસ્પિટલથી ઘરે લાવે છે તે ગાડીને પણ ખૂબ જ સુંદર રીતે શણગારી હતી. દીકરી જ્યારે ઘરે આવે છે ત્યારે પરિવારના લોકો ફટાકડા ફોડે છે અને ઢોલ નગારા પણ વગાડવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ ચારેય બાજુથી ફૂલોની પાખડી દીકરી ઉપર વરસાવવામાં આવે છે.
પરિવારના લોકો દીકરીને લક્ષ્મીનું સ્વરૂપ માને છે. જે લોકો દીકરીને નથી સાચવતા અને દીકરીને સરખું સન્માન નથી આપતા તે લોકો માટે આ કિસ્સો પ્રેરણાદાયક છે. મિત્રો હવે ધીમે ધીમે સમાજ બદલાઈ રહ્યો છે. દીકરાઓની જેમ દીકરીઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment