એ..એ..માંડ માંડ બચ્યા..! રસ્તા પરથી કાર પસાર થાય ત્યારે અચાનક જ કાંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

ઘણી વખત આપણે સોશિયલ મીડિયા પર ભૂસ્ખલનના વીડિયો જોયા હશે જેમાં ભૂસ્ખલનના કારણે ઘણું નુકસાન થતું હોય છે. હાલમાં જ હિમાચલ પ્રદેશના સોનલથી એક ચોકાવનારો વિડિયો સામે આવ્યો છે. હિમાચલના પરવાનુ શિમલા ફોરલેનમાં દાત્યાર પાસે પહાડ નો કાટમાળ રસ્તા પર પડ્યો હતો.

આ દ્રશ્ય કેટલું ખતરનાક છે તે તમે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકો છો. આ કાટમાળ તે સમયે પડ્યો હતો જ્યારે બે સફેદ રંગની કાર રોડ પરથી આવી રહી હતી. કારચાલકોનું નસીબ સારું હતું કે મૃત્યુ તેમની નજીકથી પસાર થયું હતું અને કાટમાળાના મોટા પથ્થરો કાર પર પડ્યા ન હતા.

સોનલ માં બનેલા આ ઘટનામાં જો આ પથ્થરો વાહન પર પડ્યા હોત તો મોટી ઘટના બનવાની સંભાવના હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ વાહનો શિમલા થી ચંદીગઢ જઈ રહ્યા હતા. ભૂસ્ખલનની આ મોટી ઘટના બાદ પણ તમામ મુસાફરો સુરક્ષિત છે, ગઈકાલે પણ ધરમપુર કસૌલી રોડ નો મોટો હિસ્સો ધરાશાયી થયો હતો. જેના કારણે આ રસ્તો દસ દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો હતો.

હવે કસૌલી જવા માટે વાહનોને સુખી જોડી પાસેથી પસાર થવું પડે છે. ઉનાળાના આ દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ રજાઓ માણવા અને ગરમીથી રાહત મેળવવા માટે પહાડી વિસ્તારો તરફ વળે છે. વરસાદની મોસમમાં હિમાચલ માંથી આવી અનેક ઘટનાઓ સામે આવે છે.

જોકે વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ તેમના ઘરની બહાર ન નીકળે જ્યાં સુધી તે અત્યંત જરૂરી ન હોય. કારણકે ભુસ્ખલનના કારણે ઘણી વખત રસ્તાઓ ધરાશાહી થઈ જતા હોય છે. પહાડોમાં ભુસ્ખલન એક સામાન્ય ઘટના ગણવામાં આવે છે કારણ કે પહાડો માં આવી ઘટના અવારનવાર થતી જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*