કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 1 જુલાઈ,2021 થી 31 ટકા કરાયું.આ નિર્ણયથી 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરને ફાયદો થશે. ભારતમાં મોંઘવારી ભથ્થું સૌપ્રથમ 1972 માં મુંબઇમાં શરૂ કરવામાં આવ્યું હતું.
નાણામંત્રાલય જણાવ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ 1 જુલાઈ,2021 થી મૂળ પગાર ના 28 ટકાથી વધારીને 31 ટકા કરવામાં આવ્યું છે.નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે ઓફિસમાં જણાવ્યું કે મૂળભૂત પગાર નો અર્થ સાતમા પગાર પંચ મુજબ મળેલો પગાર છે.
અને તેમાં કોઈ અન્ય વિશેષ પગાર અથવા ભથ્થા નો સમાવેશ થતો નથી. કેન્દ્રીય કેબિનેટે ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અને પેન્શનરો માટે મોંઘવારી રાહત વર્તમાન 28 ટકાથી વધારીને 3 ટકા કરવાની મંજૂરી આપી હતી.
આ નિર્ણયથી કેન્દ્ર સરકારના લગભગ 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને ફાયદો થશે.આ વર્ષે જુલાઈમાં ડીએ નો દર 17 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યો હતો. હવે ત્રણ ટકાના વધારા સાથે 31 ટકા થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment