સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે અવારનવાર એવી ચોંકાવનારી ઘટનાઓ જોતા હોય છે ત્યારે આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં એક યુવકે અનોખા લગ્ન કર્યા. જેની ચારે બાજુ ચર્ચાઓ થઈ રહી છે. યુવક બે યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહી 9 મે ના રોજ યુવક અને યુવતી સાથે કરશે લગ્ન. વિસ્તૃતમાં વાત કરીએ તો કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે એક અનોખા લગ્ન થવા જઈ રહ્યા છે.
ત્યારે તેના વિશે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઈ રહી છે. એવામાં સોશિયલ મીડિયામાં એક લગ્ન પત્રિકા વાયરલ થઈ છે તેમાં વરરાજા એક જ મંડપમાં એક જ દિવસે અને એક જ સમયે એક સાથે બે કન્યાઓ સાથે પ્રભુતામાં પગલાં પાડશે, ત્યારે આ સાંભળીને અચૂક સૌ કોઈ ચોંકી ઉઠશો.
આ યુવક વિશે વાત કરીશું તો યુવક નાનાપોંઢાનો રહેવાસી છે અને જેનું નામ પ્રકાશ ગાવિત છે. જે છેલ્લા 10 વર્ષથી તે જ ગામની નયના અને નાની વહિયાળની કુસુમ સાથે પ્રેમ સંબંધમાં બંધાયો હતો અને સાથે જ રહેતો હતો, ત્યારે વાત કરીએ તો નયના અને કુસુમ બંને પ્રકાશના ઘરે પત્નીની જેમ જ રહેતી હતી.
તેથી તેઓ લાંબા સમયથી આ યુવક સાથે લિવ ઈન રિલેશનશિપમાં હોવાથી તેમણે બંને યુવતી સાથે લગ્ન કરવાનું વિચાર્યું. આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી લગ્ન પત્રિકા જોઈ શકીએ છીએ કે જેમાં બંનેએ યુવતીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને 9 મે ના રોજ કપરાડા નાનાપોઢા માં એક અનોખા લગ્ન થવા જઈ રહ્યા છે.
જેમા એક વરરાજો અને બે દુલ્હન એક સાથે જોવા મળશે, ત્યારે આવા અનોખા લગ્ન વિશે સાંભળીને લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. એટલું જ નહીં પરંતુ એ બન્ને યુવતી એક સાથે જ યુવક સાથે પત્નીની જેમ વ્યવહાર કરતી હતી અને તેઓ લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા.
એટલું જ નહીં પરંતુ આવો જ એક પ્રસંગ બે વર્ષ પહેલા વાપીને કંપનીમાં કામ કરતા યુવાન ના લગ્ન એક જ મંડપમાં બે કન્યાઓ સાથે થયા હતા. ત્યારે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ત્યારે પણ લગ્ન પત્રિકા અને લગ્નના દિવસની તસવીરો વાયરલ થઈ હતી. એવો જ પ્રસંગ હાલ નાના પોંઢા ગામમાં થવા જઈ રહ્યા છે. જે સાંભળીને સૌ કોઈ લોકો દંગ થઈ ગયા.
ત્યારે કપરાડા આદિવાસી સમાજના એક આગેવાન હરીશ ભાઈ નું કહેવું છે કે આદિવાસી સમાજમાં લગ્ન કર્યા વિના જ પતિ પત્ની સાથે રહી શકે છે, ત્યારે નવાઈની વાત તો એ કે બાળક થયા બાદ પણ લગ્ન કરતાં હોય છે, ત્યારે અમે તમને જણાવી દઈએ કે બાળકોને સાથે રાખીને સમૂહ લગ્નમાં ફેરા લેતા હોય છે એવા પણ અત્યાર સુધી કેટલાય કિસ્સાઓ બન્યા છે જેનાથી સૌ કોઇ આશ્ચર્ય માં મુકાઈ જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment