પતિ-પત્નીએ એકસાથે સુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…

Published on: 4:37 pm, Mon, 2 May 22

થોડાક દિવસ પહેલાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. ઘટના સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. મળતી માહિતી મુજબ નોઈડા સેક્ટર 22 શુક્રવારના રોજ રાત્રે પતિ-પત્નીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસને મૃત્યુ પામેલા પતિ પત્ની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં બંનેએ પોતાની મરજીથી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે તેવી વાત લખી હતી. ત્યારબાદ પોલીસે પતિ અને પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. મળતી માહિતી અનુસાર 31 વર્ષીય અરૂણસિંહ અને 29 વર્ષીય શશી કલાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા.

બંને સેક્ટર 22 માં એક ભાડાના મકાનમાં રહેતા હતા. અરૂણસિંહ એક કંપનીમાં એન્જીનીયર હતો. થોડાક દિવસો પહેલા અચાનક અરૂણસિંહને ગળામાં દુખાવો શરૂ થયો હતો. ઘણા દિવસો સુધી ગળામાં તકલીફ રહે ત્યાર બાદ અરૂણસિંહ ડોક્ટર પાસે તપાસ કરાવવા ગયો હતો.

જેને લઇને ડોક્ટરે અરૂણસિંહના કેટલાક ટેસ્ટ કરાવ્યા હતા. 25 એપ્રિલના રોજ જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે જાણવા મળ્યું કે અરૂણસિંહને કેન્સર છે. આટલું જ નહી પરંતુ અરૂણસિંહ કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે. અરૂણસિંહએ આ વાત પોતાની પત્નીને કરી હતી. ત્યાર બાદ પતિ-પત્ની બંને ડિપ્રેશનમાં આવી ગયા હતા.

ડિપ્રેશનમાં આવીને બંને શુક્રવારના રોજ રાત્રે પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતા ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસને તપાસ દરમિયાન એક સુસાઈડ નોટ મળી આવી હતી.

સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ડોક્ટરે કહ્યું છે કે અરૂણ લાસ્ટ સ્ટેજમાં છે. હવે અરુણની કોઈપણ પ્રકારની સારવાર થઇ શકે તેમ નથી. તેથી અમે બંને અમારી મરજીથી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. હાલમાં પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પતિ-પત્નીએ એકસાથે સુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…"

Leave a comment

Your email address will not be published.


*