કોરોનાની મહામારી ની વચ્ચે રાજ્યની રૂપાણી સરકારે અત્યંત મહત્ત્વનો નિર્ણય લઈને હવે લગ્ન સમારંભમાં 100 ની જગ્યાએ 200 લોકોને હાજર રાખવાની છૂટ આપી છે.રાજ્યની રૂપાણી સરકારે લગ્નમાં કોઈ પણ પ્રકારની ધામધૂમ કરવાની છૂટ આપી નથી અને રૂપાણી સરકારે સ્પષ્ટતા કરી છે લગ્ન પ્રસંગ, સત્કાર સમારોહ માં અને વિવિધ ધાર્મિક વિધિઓ વખતે ઢોલ શરણાઈ કે ડીજે વગાડી શકાશે નહીં. બેન્ડવાજા સાથે વરઘોડો કાઢવા પર પણ પ્રતિબંધ યથાવત્ છે તેથી લગ્નમાં કોઈ ધામધૂમ નહીં કરી શકાય.
ગુજરાત સરકારના ગૃહવિભાગના અધિક સચિવ કે.કે.નીરાલાની સહીથી સોમવારે પ્રસિદ્ધ જાહેરનામામાં ભારત સરકાર 30 સપ્ટેમ્બર 2020 ના રોજ જાહેર કરેલી અનલૉક 5 અંગેની માર્ગદર્શિકા 30 નવેમ્બર 2020 સુધી લંબાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.આ જાહેરનામામાં 9 ઓક્ટોબરે લગ્ન, સત્કાર સમારોહ.
જેવી અન્ય ઉજવણી સંદર્ભે ગૃહ વિભાગે કરેલા હુકમ માં ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોના મહામારી સર્દભે અગાઉ જાહેર થયેલી ફરજિયાત માસ્ક, સેનીટાઇઝર, થર્મલ ગન થી તાપમાન સહિતની આરોગ્ય ચકાસણી.
જેવી શરતોને આધીન ખુલ્લા અને ખુલ્લા અને બંધ સ્થળે હાજર રહેનાર લોકોની સખ્યા અંગે છૂટછાટ આપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment