ગુજરાતમાં કોરોના નો રાફડો ફાટયો છે. આ દરમ્યાન ઘણા ગામડા, શહેરોમાં લોકોએ સ્વયંભૂ લોકડાઉન નો ફેંસલો લીધો છે.ગુજરાત માં કોરોના ના કેસ વચ્ચે ફરી એક વખત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉન ને લઈને મોટું નિવેદન આપ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બહુ જ સ્પષ્ટ મે અગાઉ પણ કીધું છે કે વડાપ્રધાને પણ એમની મીટીંગ માં કીધું છે, ગઇકાલે પણ મેં કીધું છે.
અને લોકોની ઓછામાં ઓછી તકલીફ પડે અને ગુજરાતની જનતા દરેક વખતે ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે.24 કલાકમાંથી 10 કલાક નો કરફ્યુ 20 શહેરોમાં લગાવ્યો છે.
તેઓએ કહ્યું કે, લોકો દરરોજ નું કમાઈને દરરોજ ખાનારા લોકોની પણ ચિંતા કરીએ છીએ અને સાથે સાથે બિનજરૂરી લોકો બહાર નીકળે એની પણ વ્યવસ્થાઓ અમે કરીએ છીએ.
એટલે આપણે કોઈ લોકડાઉન ની દિશામાં આપણે જતા નથી. આપણે લોકોને કહીએ છીએ કે શનિ-રવિની રજામાં કામ સિવાય બહાર જવાય જ નહિ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment