છે ને બાકી ખેડૂતનો દેશી જુગાડ..! ખેતરમાં છોડ વાવવા માટે ખેડૂતે મગજ લગાવીને એવો દેશી જુગાડ કર્યો કે… વીડિયો જોઈ લો તમારે પણ કામ આવશે…

Desi Jugad: સોશિયલ મીડિયા પર આપણે ઘણા એવા વિડીયો જોયા હશે જેમાં ખેડૂતો(Farmers) નવીન રીતે બીજ રોપવાના ઉપાયો શોધી લાવે છે. સામાન્ય રીતે ખેતરમાં એક છોડ કે બીજ રોપવા માટે ચારથી પાંચ મજૂરોની જરૂર પડે છે. સૌપ્રથમ ઢીલી માટીનો મણ તૈયાર કરવામાં આવે છે જેથી ખાડો ખોદવાની જરૂર ન પડે.

પછી એક લાઈનથી અંતર રાખીને આ પટ્ટીમાં રોપાવો વાવવામાં આવે છે, આ કામ માટે ઘણા પૈસા અને સમયનો વ્યર્થ થાય છે. પરંતુ વાયરલ થઈ રહેલા આ જુગાડ વીડિયોમાં જે રીતે છોડ વાવવામાં આવી રહ્યા છે તે આશ્ચર્યજનક છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ પોતાના હાથમાં લોખંડના શંકુ જેવું કંઈક પકડ્યું છે.

જે દોરડા અને લાકડી ની મદદથી બનાવવામાં આવે છે, એક વ્યક્તિ ખૂબ જ આરામથી આ સાધનને જમીનમાં નાખે છે અને બીજી વ્યક્તિ શંકુની અંદર એક છોડ મૂકે છે. ખાસ વાત એ છે કે આ માટે હાથનો ઉપયોગ કરવાની જરૂર નથી, આ વિડીયો ટ્વીટર પર @TheFigen_પર શેર કરવામાં આવ્યું છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 1.15 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આવો જ એક નવો જુગાડ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ખેડૂતે ખેતરમાં રોપા વાવવા માટે જુગાર કરીને પોતાનું કામ સરળ બનાવ્યું છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખેતરમાં રોપા વાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ કામ માટે ન તો મજૂરો ખેતરમાં દેખાય છે કે ન તો કોઈ હાથથી મહેનત વાળું કામ કરતા જોવા મળે છે. આપણા દેશમાં જુગાડ નુ એક આગવું મહત્વ છે અને મોટાભાગના લોકો પોતાના કામ સરળતાથી કરવા માટે જુગાડનો સહારો લેતા હોય છે.

ત્યારે ઇન્ટરનેટ પર પણ જુગાડના ઘણા વિડીયો રોજ વાયરલ થતા હોય છે, જે લોકોને પણ પસંદ આવે છે. આપણા દેશની જેમ બીજા કેટલાય દેશોમાં એવા ઘણા લોકો છે જે જુગાડ દ્વારા પોતાના કામને સરળ બનાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*