હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં બોક્સિંગ ટુર્નામેન્ટ દરમિયાન એક ખેલાડીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બેંગ્લોરમાં ચાલી રહેલા સ્ટેટ લેવલ કીક બોક્સિંગ ટુર્નામેન્ટમાં બની હતી. મળતી માહિતી અનુસાર 9 10 જુલાઈના રોજ થયેલા આ ટુર્નામેન્ટમાં કીક બોક્સર નિખિલ સુરેશ નામનો ખેલાડી બોક્સિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો.
સમગ્ર ઘટના બન્યા બાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. નિખિલે આજરોજ સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ ચારે બાજુમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને 23 વર્ષે નિખિલના પિતા અને કોચે ટુર્નામેન્ટના આયોજક સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
તેમનું કહેવું છે કે, આ ટુર્નામેન્ટ ની અંદર કોઈપણ પ્રકારની એમ્બ્યુલન્સ અને એક્સપર્ટ મેડિકલ ટીમની સુવિધા ન હતી, જે માર્શલ આર્ટ ટુર્નામેન્ટમાં ખૂબ જ જરૂરી છે. જો નિખિલને યોગ્ય સમયે સારવાર મળી ગઈ હોત તો તેનો જીવ બચી ગયો હોત. આ ઘટના બન્યા બાદ ટુર્નામેન્ટના આયોજકો ફરાર થઈ ગયા છે.
મળતી માહિતી અનુસાર નેશનલ કિક બોક્સિંગ એસોસિએશન ખુલાસો કર્યો કે, આ ટુર્નામેન્ટના આયોજકો સાથે તેઓના કોઈ પણ સંબંધ નથી. નિખિલના કોચે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. નિખિલના કોચે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું હતું કે, હું એવી ખબર દેવા જઈ રહ્યો છું, જેનો મને ડર હતો.
નિખિલ આજે આપણી વચ્ચે રહ્યો નથી. નિખિલે હંમેશા માટે પોતાના બંને ગ્લોવ્ઝ કાઢી નાખ્યા છે. હવે તે આપણી યાદોમાં જીવતો રહેશે. હું મારી લાગણીને શબ્દમાં વ્યક્ત કરી શકું તેમ નથી. આજે મેં મારો દીકરો ગુમાવ્યો છે. નિખિલના મૃત્યુના કારણે ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાને લઈને નિખિલના પિતાએ FIR કરી છે.
મળતી માહિતી અનુસાર જ્યારે નિખિલની ફાઇટ અન્ય બોક્સર સાથે ચાલી રહી હતી. ત્યારે સામેના બોક્સરે નિખિલના મોઢા પર એક જબરદસ્ત પંચ લગાવ્યો હતો. જેના કારણે નિખિલ બોક્સિંગ રિંગમાં ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આજરોજ સારવાર દરમિયાન તેનું કારણ મૃત્યુ નીપજ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment