મિત્રો ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ચોરીની અને લૂંટની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાં આવેલા ખાંભા તાલુકાના સમઢીયાળા ગામમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં ગામમાં વહેલી સવારે અથવા તો રાત્રિના સમયે અજાણ્યા યુવકો લુટ અને ચોરીના ઇરાદે એક પતિ-પત્નીના ઘરમાં ઘુસ્યા હતા.
આ દરમિયાન લુટેરાઓએ પતિ-પત્ની ઉપર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં પત્નીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. આ ઘટના બનતા જ સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયું હતું અને ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ખંભાત તાલુકાના સમઢીયાળા ગામમાં રહેતા કમળાબેન સેલડીયા અને હરજીભાઈ સેલડીયા પર લુટેરાઓએ લૂંટના ઇરાદે પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં કમળાબેન સેલડીયાનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
જ્યારે હરજીભાઈ સેલડીયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લુટેરાઓને પકડવા માટે પોલીસે જુદી જુદી ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે. કમળાબેનના મૃત્યુના કારણે પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે હરજીભાઈની સારવાર રાજકોટની હોસ્પિટલમાં ચાલી રહી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment