વરસાદના કારણે સ્વિફ્ટ કાર ડિવાઈડર કુદીને સામેની તરફથી આવતા ટ્રક સાથે અથડાય, અકસ્માતમાં પિતા અને દીકરાએ એક સાથે પોતાનો જીવ ગુમાવ્યો…

Published on: 5:40 pm, Thu, 21 July 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે, જેમાં એક જણાની બેદરકારીને કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દના અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં પૂરપાટ ઝડપે જતી સ્વીફ્ટ કાર એક ટ્રક સાથે અથડાઈ હતી.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં પિતા અને દીકરાય એક સાથે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અકસ્માતમાં દીકરી ઇજાગ્રસ્ત થાય છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી પોલીસને મળતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ ગંભીર અકસ્માતની ઘટના ઝાંસી-કાનપુર નેશનલ હાઈવે 27 પર પિરોના પોલીસ ચોકી પાસે બની હતી. ઝાંસીના રહેવાસી અવધ બિહારી શુક્લા તેમના દીકરા અમન અને દીકરી સોનલ શુક્લા સાથે સ્વીફ્ટ કારમાં ઝાંસીથી લખનૌ જઈ રહ્યા હતા.

આ દરમિયાન નેશનલ હાઈવે પર વરસાદના કારણે તેમની કારનું બેલેન્સ ખોવાઈ ગયું હતું. જેના પગલે કાર ડિવાઇડર સાથે અથડાયને બીજી સાઈડ પર ચાલી ગઈ હતી. આ દરમિયાન કાનપુર બાજુથી પુરપાટ ઝડપે આવતા ટ્રક સાથે કાર અથડાઈ હતી.

આ અકસ્માતની ઘટનામાં અવધ બિહારી, અમન અને સોનલ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બનતા જ સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો ભાંગીને ભૂકો થઈ ગયો હતો.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને અવધ બિહારી, અમન અને સોનલને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે અવધ બિહારી અને તેમના દીકરા અમનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સોનલની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વરસાદના કારણે સ્વિફ્ટ કાર ડિવાઈડર કુદીને સામેની તરફથી આવતા ટ્રક સાથે અથડાય, અકસ્માતમાં પિતા અને દીકરાએ એક સાથે પોતાનો જીવ ગુમાવ્યો…"

Leave a comment

Your email address will not be published.


*