ભારતીય ક્રિકેટ ટીમ ના પૂર્વ કેપ્ટન એવા મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય ક્રિકેટમાં સંન્યાસ લેતા તેમના ચાહકો દુઃખ અનુભવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ટ્વિટ કરીને જણાવ્યું કે નાના એવા સ્ટેશનમાં કામ કરતા થી લઈને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સુધી ની યાત્રા દરેક યુવાનો માટે પ્રેરણાદાયક છે.
સખત મહેનત અને દર્ઘ નીક્ષ્ય થી તેમણે સાબિત કર્યુ કે જીવન માં કઈ પણ વસ્તુ અશકય નથી. ભારતીય ક્રિકેટમાં પોતાનું યોગદાન અને વર્લ્ડ કપમાં વિજયતા અપાવનાર એમ.એસ. ધોની ને હંમેશા યાદ રહેશે. ભારતીય ટીમ ના પૂર્વ કેપ્ટન અને કેપ્ટન ફૂલના નામે પ્રચલિત મહેન્દ્રસિંહ ધોની એ સ્વતંત્ર દિવસે પોતાની નિવૃત્તિ જાહેર કરી.
અચાનકનિવૃતી જાહેર કરતા તેમના ચાહકોમાં નિરાશા છવાઈ ગઈ છે. ભારતના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ગણવામાં આવે છે. ધોની ઘણા સમયથી ક્રિકેટ રમવા મેદાને આવ્યા ન હતા. Bcci એ નવો વિકલ્પ શોધવાની શરૂઆત કરી ત્યારે ધોની ને અંદાજ આવી ગયો હતો .
મહેન્દ્રસિંહ ધોનીએ ૧૫મી ઓગસ્ટના દિવસે પોતાની નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ચાહકો માટે ખુશીના સમાચાર એ છે કે તેઓ આઇપીએલ માં રમવાનું ચાલુ રાખશે . સૌના દિલોમાં વસનાર મહેન્દ્રસિંહ ધોની ની વાત કરીએ તો જેઓ ઝીરો માંથી હીરો બન્યા છે.
Be the first to comment