કોરોના મહામારી દરમિયાન શાળાઓ ચાલુ કરવી કે નહીં અને શરૂ કરવી તો કેવી રીતે શરૂ કરી શકાય તે માટે આજરોજ મળેલી બેઠકમાં 10 અને 12 ના વિદ્યાર્થીઓને બે કલાક શાળામાં બોલવા માટે સર્વ સંમતિ જોવા મળી હતી. આજે એલ પી ડી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, પુણા ખાતે સુરત જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરુ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.દિપક દરજી ની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ અને શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી શાળાઓ શરૂ કરવી કે કેમ? એ તું ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ચિંતન શિબિરમાં સુરત શહેર શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ ડોક્ટર જગદીશ ચાવડા,રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ દિપક રાજ્યગુરુ સાહેબે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. આ ચિંતન શિબિરમાં વાલી મંડળ, આચાર્ય સંઘ તેમજ શિક્ષણ ચિંતકો અને કેળવણીકાર બે કલાક સુધી પદ્ધતિસર ચિંતન મંથન કરવામાં આવ્યું હતું.પ્રતિનિધિઓએ પોતાના અભિપ્રાય જણાવ્યા હતા અને.
આ ચિંતન શિબિરમાં માત્ર ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માત્ર બે કલાક માટે શાળાએ આવે અને ફિઝિકલ ડિસ્ટન્સ અને માસ્ક ને સાચી રીતે પહેરવા અંગે માહિતગાર કરવા તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટ ને બદલે વાલીઓ વિદ્યાર્થીને શાળાએ મુકવા અને લેવા આવે તે અંગે સર્વ સંમતી જોવા મળી હતી.
શાળાઓ ચાલુ કરવા અંગે હજી પણ સરકારે સત્તાવાર રીતે કોઈ પણ જાહેરાત કરી નથી અને કોઈ પણ નિર્ણય હજી સુધી લીધો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જુરૉકઝ ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment