સમગ્ર ગુજરાતમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે અમુક શહેરોમાં તો ગરમી નો ફાળો વધ્યો છે.ત્યારે આપણે ભુજ શહેરની વાત કરીએ તો ભુજમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે બીજા શહેરો જેવા કે અમદાવાદ ગાંધીનગર અમરેલી ડીસા સુરેન્દ્રનગર અને રાજકોટ માં પહોંચ્યો છે.
જ્યારે વડોદરામાં 40 ડિગ્રી તાપમાન પહોંચે છે કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમુક સ્થળો જેવા કે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ માહિતી અને રાજકોટ પોરબંદર ઘેર ડીસા પાલનપુર માં પણ ખુબજ ગરમીનું પ્રમાણ રહેશે. લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બનશે તેવી ગરમીની શરૂઆત થઈ ગઈ છે.
મહત્વનું જણાવતા કહીશ તો હજુ પણ પવનની દિશા બદલાતાં તાપમાનનો પારો ઊચો જઇ શકે છે. તેથી લોકોએ બપોરના સમયગાળામાં બહાર જવાનું ટાળવું જોઈએ. લોકો ગરમી આ ખૂબ જ વધારે અહેસાસ કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમી નુ તાપમાન આગાહીઓ પણ કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે અંબાલાલ પટેલે આગામી ત્રણ દિવસ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ડાંગ તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી થઈ શકે છે. અને ઠંડો પવન ફૂંકાવાની શરૂઆત તો થઇ જ રહેશે. અંબાલાલ પટેલની કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદ પડશે તો રાજ્યમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે.
હાલ તો આપણા શરીરને સન સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી બચાવ કરવા માટે લીંબુ પાણી નો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ જેનાથી ગરમીથી રાહત મેળવી શકશો. વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં તાપમાન વધીને ૪૦ ડિગ્રી નોંધાયુ છે,અને બીજા અનેક શહેરોમાં પણ તાપમાન વધારે જોવા મળ્યું છે. અને સમગ્ર ગુજરાતમાં હીટવેવ નો પ્રકોપ જોવા મળી રહ્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી 3 દિવસ રાજ્યમાં સુરત અને અમદાવાદમાં ગરમીનો પ્રમાણે આગામી સમયમાં વખતે અને આગાહી મુજબ 3 દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment