આજના આધુનિક યુગમાં લોકો જ્યોતિષ શાસ્ત્ર પર ઓછો વિશ્વાસ કરે છે. પરંતુ ખરેખર જ્યોતિષશાસ્ત્ર નો મનુષ્ય જીવન પર પ્રભાવ પડે છે. શું તમે પણ રત્નો ઉપર વિશ્વાસ કરો છો? જો હા, તો આજે વાત કરીએ રત્નો વિશે…જ્યોતિષ ની અંદર રત્ન ને મહત્વની શાખા માનવામાં આવે છે.
કુંડળીમાં આવેલા વિઘ્નોને દૂર કરવા માટે રત્ન મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત કુંડળીમાં નડી રહેલા નિર્બળ ગ્રહોને મજબૂત બનાવીને શુભ ફળ મેળવવા પણ મદદરૂપ થાય છે.રત્નશાસ્ત્ર વિશે વાત કરીએ તો આ શાસ્ત્રમાં કુલ નવ રત્ન અને ચોર્યાસી ઉપરત્ન હોય છે. આ તમામ રત્નો નો સંબંધ ગ્રહો સાથે જોડાયેલો હોય છે.
વાત કરીએ પન્ના રત્નની તો…આ રત્ન બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. આ રત્નને ધારણ કરવાથી બુદ્ધિચાતુર્ય વધે છે અને નોકરી-વેપારમાં સફળતા પ્રાપ્ત થાય છે. મિથુન અને કન્યા રાશિના લોકો માટે આ રત્ન પહેરવું ખૂબ જ સારું છે. આ ઉપરાંત વ્યાપારી, વિદ્યાર્થી, film-indutry સાથે જોડાયેલા લોકો માટે આ રત્ન ખૂબ જ ફાયદાકારક છે.
લોકો આ રત્નને ચાંદીની કે સોનાની વીંટીમાં જડાવીને પહેરતા હોય છે. આ ઉપરાંત આ રત્નને ધારણ કરતા પહેલા વિશેષજ્ઞની સલાહ લેવી જરૂરી છે. તેમજ ગ્રહ સંબંધિત વસ્તુઓનું દાન પણ અનિવાર્ય છે.તમને એ પણ જણાવી દઈએ કે, પન્ના રત્નને ધારણ કરનાર વ્યક્તિ એ અમુક નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે.
જેમ કે આ રત્ન ઓછામાં ઓછું 7 કેરેટનો હોવું જરૂરી છે. અને તેને પહેરતા પહેલા ગંગાજળ, મધ, દૂધ વગેરેમાં ડુબાડીને રાખવામાં આવે છે તથા તેને ધારણ કરતા પહેલા મંત્રનો 108 વાર જાપ કરવો પણ જરૂરી છે.તો તેનો ચમત્કાર તમને તરત જ દેખાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment