સાથે જીવશું…સાથે મરશું…! વડોદરામાં પત્નીના મૃત્યુના સમાચાર સાંભળીને, પતિનો પણ જીવ ચાલ્યો ગયો – અંતિમયાત્રામાં આખો પરિવાર હિબકે ચડ્યો…

હાલમાં બનેલી એક દુઃખ એક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. લગ્નમાં પતિ-પત્ની એકબીજાને સાત જન્મ સુધી સાથ આપવાનું વચન આપે છે. ત્યારે વડોદરામાં પણ બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. વડોદરામાં પતિ-પત્ની જીવનભર સાથે એક જ દિવસે બંને પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં પત્નીનું મૃત્યુ થયું હતું. પત્નીના મૃત્યુના સમાચાર સાંભળીને પતિને ખૂબ જ આઘાત લાગ્યો હતો. આઘાતમાં પતિએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એક જ સાથે એક જ દિવસે પતિ-પત્નીનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પતિ અને પત્નીની એક જ સાથે અંતિમયાત્રા નીકળતા આખું પરિવાર હિબકે ચડ્યું હતું.

મળતી માહિતી અનુસાર વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા 61 વર્ષીય સુશીલાબેન મંગળવારના રોજ સવારે છ વાગ્યાની આસપાસ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. જ્યારે સુશીલાબેન રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે એક બાઈક ચાલકે તેમને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં સુશીલાબેનના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

તેથી તેને 108 ની મદદથી સારવાર માટે તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઉપરાંત સુશીલાબેન ના પાડોશી અને સંબંધીઓને આ ઘટનાની જાણ થઈ હતી.

જેના કારણે સુશીલાબેન ના ઘરે સગા સંબંધીઓ એકઠા થવા લાગ્યા હતા. સુશીલાબેનના પતિ વાસુદેવભાઈને પત્નીનું અકસ્માતમાં મૃત્યુ થયું છે તેવી જાણ થઈ હતી. પત્નીના મૃત્યુના સમાચાર સાંભળીને વાસુદેવ ભાઈને ખુબ જ અઘાત લાગ્યો હતો. જેના કારણે તેમને હાર્ટ એટેક આવી ગયો હતો.

જેથી તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં વાસુદેવભાઈનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. એક સાથે માતા અને પિતાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બંનેની એક સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં અંતિમયાત્રામાં લોકો જોડાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*