આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે તેમની ત્રણ દિવસે ગુજરાતી મુલાકાત માટે આવી પહોંચ્યા છે. આજે પંચમહાલમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન એક મોટી જનસભા અને સંબંધ છે અને ત્યારબાદ તેઓ બનાસકાંઠામાં એક બીજી વિશાળ જન સભામાં હાજરી આપશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંચમહાલની જાહેર સભામાં હજારોની સંખ્યામાં આવેલા લોકોને સંબોધતા કહ્યું કે, જ્યારે ડિસેમ્બરની પાર્ટીની સરકાર બનશે. ત્યારે સૌથી પહેલું કામ ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કરશે. મને એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ગુજરાતના એકધારા સભ્ય છે, જેમણે છેલ્લી ચૂંટણી લડી હતી અને એ વખતે તેમની પાસે ચાર એકર જમીન હતી. આજે પાંચ વર્ષ પછી તેમની પાસે 1000 એકર જમીન થઈ ગઈ છે. આ જમીન ક્યાંથી આવી? બધા જ ધારાસભ્યોની આ હાલત છે, ગુજરાત લુંટાઈ ગયું છે. અને પછી તેઓ કહે છે કે સરકાર ખોટમાં ચાલી રહે છે. સવારથી સાંજ સુધી રોટલા ખાવા માટે, દૂધ પીવા માટે, પંખો ચલાવવા માટે, સાબુનો ઉપયોગ કરવા માટે, દરેક જગ્યાએ ગરીબોમાં ગરીબ માણસ ટેક્સ આપે છે,
તો શા માટે સરકાર ખોટમાં છે? બધા પૈસા ક્યાં જાય છે? ગુજરાત સરકાર દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. હું તેમને પૂછવા માગું છું કે તમારા ગામમાં છેલ્લા 27 વર્ષમાં કોઈ રોડ બન્યો છે? શાળા બની છે? હોસ્પિટલ બની છે? કોઈને દવાઓ આપી છે? તેમણે કોઈ કામ કર્યું છે? તેમણે છેલ્લા 27 વર્ષમાં કોઈ કામ કરાવ્યું નથી. અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું કે તો આ લોકો દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ક્યાં ખર્ચે છે? આ લોકો પોતાની મિલકતો બનાવે છે, જમીન ખરીદે છે, બધા પૈસા સ્વિઝ બેંકમાં લઈ જાય છે.
અરવિંદ કેજરીવાલે વધુમાં વાત કરતા જણાવ્યું કે, જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે તેમની પાસેથી એક એક રૂપિયો પાછો લેવામાં આવશે. હમણાં જ પંજાબની અંદર એક મંત્રી કાંઈક ખોટું કરી રહ્યા હતા. ભગવંત માનએ પોતે તેમને જેલમાં મોકલી દીધા. ભગવંત માન ભ્રષ્ટાચાર માટે તેમના આરોગ્ય મંત્રીને જેલમાં ધકેલી દીધા, આમ આદમી પાર્ટી કટર ઈમાનદાર પાર્ટી છે. જો મારો દીકરો પણ ચોરી કરશે, મારો ભાઈ પણ ચોરી કરશે તો તેને પણ જેલમાં જવું પડશે. અમે તમારા માટે એક નવી સિસ્ટમ લાગુ કરીશું કે તમારે કોઈ સરકારી કામ માટે સરકારી ઓફિસ જવાની જરૂર નહીં પડે, સરકારી ઓફિસર તમારા ઘરે આવીને તમારું બધું કામ કરશે. તમારે 15 ડિસેમ્બર પછી કોઈને પણ લાંચ આપવાની જરૂર નહીં પડે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment