એક મહિલાએ પોતાની બહેનને ફોન કરીને એવા શબ્દો કીધા કે…, પરિવારના લોકો દોડતા થઈ ગયા…, ફોન મૂકીને મહિલાએ એવું પગલું ભર્યું કે…જાણો સમગ્ર ઘટના

Published on: 3:54 pm, Fri, 28 October 22

સમગ્ર દેશભરમાં આજકાલે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટુંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પરિણીત મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ પગલું ભર્યા પહેલા તેને પોતાની બહેનને ફોન કરીને એવા શબ્દો કીધા હતા કે સાંભળીને પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા.

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહને પરિવારજનોને સોંપીયો હતો. મૃત્યુ પામેલી મહિલાના પિતાએ મંગળવારના રોજ સાસરિયાઓ સામે દહેજ અને જીવ લેવાનો કેસ નોંધાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના જયપુરમાં બની હતી.

મૃત્યુ પામેલી મહિલાનું નામ મમતા શર્મા હતું અને તેની ઉમર 28 વર્ષની હતી. તેના લગ્ન 23 જાન્યુઆરી 2022ના રોજ ઇન્દિરા ગાંધી નગર ખોહા નાગોરીયાનના રહેવાસી 30 વર્ષીય અનિલ શર્મા સાથે થયા હતા. 21 ઓક્ટોબર ના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ મમતા શર્માએ ઘરના પહેલા માળે ગળાફાંસો ખાઈ લીધો હતો.

મળતી માહિતી અનુસાર અનિલ શર્મા જ્યારે રૂમમાં ગયો ત્યારે તેને પત્નીનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મમતાના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પોલીસે કહ્યું કે મૃતક પાસેથી કોઈપણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી.

21 ઓક્ટોબર ના રોજ સવારે લગભગ 9:30 વાગ્યાની આસપાસ મમતાએ તેની મોટી બહેનને સુમનને ફોન કર્યો હતો. ફોન કરીને કહ્યું હતું કે, “જીજી, આ લોકો મને બહુ હેરાન કરે છે, મારે હવે જીવવું નથી”. ત્યારે બહેને સુમાને તેને કોઈ પણ પ્રકારનું ખોટું પગલું ભરવાની મનાઈ કરી હતી. કહ્યું હતું કે મારા પતિને ત્યાં મોકલીશ.

ત્યારબાદ સુમને મમતાનો આ રીતનો ફોન આવ્યો છે તેની જાણ પોતાના પતિને કરી હતી. ત્યારબાદ બંને મમતાના સાસરિયામાં ગયા હતા. પરંતુ તે પહોંચે તેની પાંચ મિનિટ પહેલા મમતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મૃત્યુ પામેલી મમતાના પિતાએ સાસરિયાંઓ સામે દહેજ અને જીવ લેવાનો થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક મહિલાએ પોતાની બહેનને ફોન કરીને એવા શબ્દો કીધા કે…, પરિવારના લોકો દોડતા થઈ ગયા…, ફોન મૂકીને મહિલાએ એવું પગલું ભર્યું કે…જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*