ગરમીથી છુટકારો મેળવવા લોકો વોટરપાર્ક માં જઈને મજા માણી રહ્યા છે, પરંતુ વોટરપાર્કમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. નહીં તો મોટી દુર્ઘટના પણ થઈ શકે છે, ઝાલાવાડમાં આવા જ એક અકસ્માતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે કોટા રોડ પર સ્થિત મુકુન્દ્રા વોટરપાર્કની હોવાની કહેવાય છે.
જેમાં એક મહિલા સ્લાઇડર પરથી નીચે ઉતરતી વખતે સ્વિમિંગ પૂલ ની અંદર ઊભેલા વ્યક્તિ સાથે અથડાઈ હતી. જેના કારણે વ્યક્તિને માથામાં ગંભીર ઈજા થઈ અને સ્વિમિંગ પૂલમાં લોહી લોહી થઈ ગયું. આવી સ્થિતિમાં કેટલાક લોકો તેને ઘાયલ અવસ્થામાં પુલમાંથી બહાર કાઢે છે.
વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ પૂલમાં ઉભો છે પરંતુ તેનું ધ્યાન બીજે છે, ત્યારે સ્લાઇડર પરથી આવતી એક મહિલા તેની સાથે અથડાય છે. જેના કારણે યુવક લાંબા સમય સુધી પાણીમાં ગરકાવ રહે છે. પરંતુ ત્યાં ઉભેલા લોકોને એવું લાગે છે કે તે મજાક કરી રહ્યો છે.
પરંતુ જ્યારે તે લાંબા સમય સુધી બહાર ન આવ્યો તો એક વ્યક્તિ તેને પકડીને બહાર લઈ જાય છે. ત્યારે યુવકના કાનમાંથી લોહી નીકળે છે, આ જોઈને સ્વિમિંગ પૂલમાં અચાનક હલચલ મચી ગઈ છે. લોકો ઘાયલ યુવકને ઉઠાવીને બહાર કાઢે છે.
આ બાબતે ઝાલાવાડના કોતવાલી પોલીસ સ્ટેશનના સીઆઈ બલવીર સિંહ એ જણાવ્યું કે આ મામલે તેમને કોઈ પણ પ્રકારની જાણ નથી. સી આઇ બલવીર સિંહ ને કહ્યું છે કે અમે ચોક્કસ સ્થળ ના વિડીયો સુધી પહોંચી ગયા છીએ પરંતુ ઘાયલ યુવક નો પતો લાગ્યો નથી.
वाटर पार्क में जाने से पहले ये वीडियो जरूर देखें। कभी भी स्लाइड के आगे खड़े ना हो। छोटी सी लापरवाही भारी पड़ सकती है। झालावाड़ के मुकुन्दरा वाटर पार्क की घटना।#Rajasthan #Jhalawarh pic.twitter.com/QLabPsblKL
— Tahir Ahmed Khilji (طاہر احمد خلجی) (@Tahir_Ahmed_k) May 30, 2022
રિપોર્ટ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે, મુકુંદરા વોટરપાર્ક ના ઓનર ઓંકાર બંજાર એ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. ઘટના બાદ વોટરપાર્કમાં શાંતિ છવાઈ ગઈ છે, ઝાલાવાડના આ વોટરપાર્ક નો વિડીયો સોશિયલ મીડિયા પર લોકો જોરશોરથી શેર કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment