બાઈક પર સવાર બે મિત્રો કાર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, બંનેના દર્દનાક મોત… જુઓ મોતના CCTV ફૂટેજ…

હાલમાં બનેલી એક અકસ્માતની ઘટનાના રૂવાડા ઉભા કરી દેનારા CCTV ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં રોડ અકસ્માતમાં બાઈક પર સવાર 2 જિગરી મિત્રોના મોત થયા છે. આ વાતના સમાચાર મળતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

અકસ્માતની ઘટના લખનઉ-પ્રયાગરાજ નેશનલ હાઈવે પર બની હતી. સમગ્ર ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે બે યુવકો બાઇક પર સવાર થઈને લખનઉ તરફ જઈ રહ્યા હતા.

આટલામાં જ રોડ ક્રોસ કરી રહેલી બાઈક અચાનક જ તેમની બાઈકની સામે આવી ગઈ હતી. એટલે તેમને બચાવવાના ચક્કરમાં બંને યુવકો રોડની બીજી બાજુ એટલે કે રોંગ સાઈડમાં ચાલ્યા ગયા હતા. ત્યારે બંને યુવકો સામેથી આવતી કારની અડફેટેમાં આવી ગયા હતા અને ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ અકસ્માતની ઘટના શનિવારના રોજ બની હતી.

અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર બંને યુવકોનો જીવ ચાલ્યો ગયો હતો. હાલમાં તો ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બંને યુવકોના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ ઘટનામાં 18 વર્ષના સત્યમ ગુપ્તા અને 19 વર્ષના વિરેન્દ્ર નામના યુવકનું મોત થયું છે. બંને એકબીજાના જીગરી મિત્રો હતા. બંને યુવકોનું મોત થતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં આ ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*