ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ સતત વધી રહે છે. ત્યારે મહેસાણામાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. મહેસાણામાં એક મોટી ઉંમરના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
આ ઘટના બનતા જ તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના ખરોડ ગામમાં બની હતી. અહીં 65 વર્ષના વૃદ્ધ વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ દશરથભાઈ પટેલ હતું. દશરથભાઈ પટેલ વહેલી સવારે વોશરૂમમાં ગયા હતા, ત્યારે તેમને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો. આ કારણોસર દશરથભાઈનું મોત થયું હતું. પરિવારના મોભીનું મોત થતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
ગુજરાત રાજ્યમાં સતત વધતી જતી હાર્ટ એટેકની ઘટનાએ તમામ ગુજરાતીઓને ચિંતામાં મૂકી દીધા છે. ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ખાસ કરીને 25 થી 45 વર્ષના ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના બનાવો વધારે પડતા જોવા મળી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે નવરાત્રીમાં 108 ની ટીમને હાર્ટ એટેક સંબંધિત 450 થી પણ વધારે કોલ મળ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "મહેસાણામાં વહેલી સવારે વોશરૂમમાં ગયેલા વ્યક્તિનું હાર્ટ એટેક આવતા દુઃખદ નિધન… પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો…"