ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ થતા ગુજરાતના જાણીતા પ્રવાસન દ્વારકામાં આજથી 30 એપ્રિલ સુધી સ્વેચ્છિક લોકડાઉન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુધવારના રોજ દ્વારકા ના તમામ વેપારીઓ આગેવાનો અને નગર પાલિકાની બેઠક યોજાઇ હતી તેમાં નિર્ણય લેવામાં આવ્યો.
જેમાં બપોરે 2 વાગ્યા તમામ ધંધા અને રોજગાર સ્વેચ્છિક રીતે બંધ રાખવાની અપીલ કરી હતી. અને માત્ર મેડિકલ સ્ટોર અને જીવન જરૂરિયાતની વસ્તુઓ જરૂર રહેશે.
જેમાં શહેર મુજબ મૃત્યુનું પ્રમાણ જોવા જઈએ તો ગઈ કાલે સુરત કોર્પોરેશન માં 25, અમદાવાદ કોર્પોરેશનમાં 22, મહેસાણામાં 3, સુરતમાં 4, જામનગર કોર્પોરેશનમાં 8.
વડોદરા કોર્પોરેશન માં 7, બનાસકાંઠામાં 3, વડોદરામાં 5 અને દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા છે.રાજ્યમાં કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 4821, સુરત કોર્પોરેશનમાં 1849.
મહેસાણામાં 495, સુરતમાં 491, વડોદરા કોર્પોરેશનમાં 475, રાજકોટ કોર્પોરેશનમાં 397, કોર્પોરેશનમાં 307, વડોદરામાં 256, જામનગરમાં 202, કચ્છમાં 200, ભાવનગર કોર્પોરેશનમાં 149 કેસો નોંધાયા છે.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 84 હજારને પાર પહોંચી ગયો છે. અત્યાર સુધી કોરોના માંથી 3,50,857 લોકો કોરોના માં થી મુક્ત થયા છે.
84 હજારમાંથી 361 લોકો વેન્ટિલેટર ઉપર છે અને બાકીના લોકો સટેબલ છે. કોરોનાથી રિકવરી રટે 79.61 % થઈ ગયો છે. રિકવરી રેટમાં ઘટાડો થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment